Home Sports ઇન્ડિયાના હેડ કૉચ રવિ શાસ્ત્રીને લાગ્યો કોરોનાનો ચેપ,સંપર્કમાં આવેલા કોને કરી દેવાયા...

ઇન્ડિયાના હેડ કૉચ રવિ શાસ્ત્રીને લાગ્યો કોરોનાનો ચેપ,સંપર્કમાં આવેલા કોને કરી દેવાયા આઇસૉલેટ??

Face Of  Nation, 06-09-2021:ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. કાલે સાંજે કૉચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લૉ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. જે પછી બીસીસીઆઇની મેડિકલ ટીમે સાવધાની રાખવા માટે હેડ કૉચ રવિ શાસ્ત્રી સહિત ચાર સભ્યોને આઇસૉલેટ કરી દીધા છે. હવે આજે રવિ શાસ્ત્રીનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

બીસીસીઆઇએ આ વાતની જાણકારી આપી છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપીસ્ટ નીતિન પટેલને અગમચેતીના ભાગ રૂપે આઈસોલેશનમાં મોકલી દીધા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. બીસીસીઆઇએ બતાવ્યુ કે તેમનો આરટી-પીસીઆઇ ટેસ્ટ થયો હતો, અને બાદમાં આજે તેમનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હાલ કૉચને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. તે ટીમ ઇન્ડિયાની સાથે ત્યા સુધી યાત્રા નહીં કરે જ્યાં સુધી મેડિકલ ટીમ પાસેથી પુષ્ટી ના મળે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)