એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021 માં ભારતીય હોકી ટીમની વિજયકૂચ ચાલુ જ છે. આજે ભારતે જાપાનની ટીમને સજ્જડ પરાજય આપ્યો હતો.
GOAL. New quarter, same story. 🤩
This time, Sumit adds his name to the scoresheet with an subtle touch from close-range. 🏑
🇮🇳 4:0 🇯🇵#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/wGCLZ2HJTE
— Hockey India (@TheHockeyIndia) December 19, 2021
ભારતીય ટીમે સેમિફાયનલમાં સ્થાન નિશ્ચિત કરતાં આજે જાપાનની ટીમને 6-0 થી હરાવી હતી. આ મેચ મોટા ભાગે એકતરફી થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં હરમનપ્રીત સિંઘ સ્ટાર ખેલાડી સાબિત થયા હતા.
પહેલા ક્વાર્ટર બાદ ભારતીય ટીમ તરફથી પહેલો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો હતો. હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવતા આ કમાલ કરી બતાવ્યો હતો. જાપાન તરફથી પણ સામે વળતો હુમલો થયો હતો પણ આખરે ભારતીય ટીમે જાપાનીઝ ટીમના તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવી દીધા હતા. મેચ શરૂ થયાના થોડી વાર પછી જ ભારતીય ટીમને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા.
A magnificent win over Japan! 🔥
A look at Team 🇮🇳's last league game of the Hero Men’s Champions Trophy Dhaka 2021 in pictures. 📸 #IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/xQcmjAV8eZ
— Hockey India (@TheHockeyIndia) December 19, 2021
ફર્સ્ટ હાફ બાદ ભરતનો સ્કોર 2-0 થી આગળ ચાલી રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરથી ભારતીય ટીમે જાપાન પર દબદબો જાળવી રાખ્યો હતો. અને ભારતનો સ્કોર 3-0 થઈ ગયો હતો.
ચોથા ક્વાર્ટરમાં તો જાણે ગોલ પર ગોલ થઈ રહ્યા હતા. ભારતે ત્રણ ગોલ ઠપકારતાં 6-0 સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. ભારતની વિજેતા ટીમ: મનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, હરમનપ્રીત સિંહ, જરમન પ્રીત સિંહ, નીલમ સંજીપ, હાર્દિક સિંહ, શમશેર સિંહ, સુમિત, ગુરસાહિબજિત સિંહ, લલિતકુમાર ઉપાધ્યાય