Face Of Nation, 01-11-2021 : કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલી વિઝા એપોઇન્ટમેન્ટ માટે ભારતીયોએ હજુ વધુ રાહ જોવી પડશે. WHO દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક ગાઈડ લાઈન પ્રમાણે હાલ ભારતીયોને વિઝા એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે નહીં. યુએસ એમ્બેસીએ વધુમાં જણાવ્યું છે કે, આગામી 8 નવેમ્બરથી ભારતમાંથી અંદાજિત 30 લાખ જેટલા વિઝા ધારકો કોરોનાની રસીના પુરાવા સાથે અમેરિકામાં પ્રવેશ લઇ શકશે પરંતુ તેના માટે WHO દ્વારા નક્કી કરવામાં આવેલી રસી લેનારને જ પ્રવેશ આપવામાં આવશે.
અમેરિકાના વિઝા લેવા માટે લાખ્ખોની સંખ્યામાં ભારતીયો રાહ જોઈ રહ્યા છે. કોરોનાને કારણે અનેક અરજીઓ પડતર છે તેવામાં નવી અરજીઓ સ્વીકારવામાં આવી રહી નથી. જૂની પડતર અને નવી અરજીઓ કરનારાઓને એપોઇન્ટમેન્ટ માટે હજુ વધુ રાહ જોવી પડશે તેમ યુએસ એમ્બેસીએ જણાવ્યું છે. સીડીસી (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો) એ નિર્ધારિત કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશના હેતુઓ માટે, સ્વીકૃત રસીઓમાં એફડીએ દ્વારા માન્ય અથવા અધિકૃત, તેમજ ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) સાથેની રસીઓનો સમાવેશ થશે. આ માન્યતા પ્રાપ્ત રસીઓ લેનારને જ અમેરિકામાં 8 નવેમ્બરથી પ્રવેશ આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Zydus Cadila કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા તૈયાર, વેક્સીન આપવા માટે સોયનો ઉપયોગ નહીં થાય