Face of Nation 16-12-2021: સેન્ટિએન્ટ લેબ્સ નામની એક રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઈનોવેશન કંપનીએ ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ બસ લોન્ચ કરી છે. હાઈડ્રોજન ફ્યુલ સેલ ટેક્નોલોજી CSIR-NCL અને CSIR-CECRI ના સહયોગથી વિકસાવવામાં આવી છે. તાજેતરમાં, સેન્ટિએન્ટે વિશ્વની પ્રથમ ટેક્નોલોજીની જાહેરાત કરી હતી જે ફ્યુલ સેલ સંચાલિત વાહનોમાં કૃષિ અવશેષોમાંથી સીધા હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે.
હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી ઉપરાંત, સેન્ટિએન્ટ લેબ્સે પ્લાન્ટ, પાવરટ્રેન અને બેટરી પેકને પણ ડિઝાઈન અને ડેવલોપ છે. આ તમામ ઘટકો 9 મીટર લાંબી, 32 સીટર, એસી બસમાં ફીટ કરવામાં આવ્યા છે. 30 કિલો હાઈડ્રોજનનો ઉપયોગ કરીને 450 કિમી સુધી દોડવા માટે બસને ડિઝાઇન કરવામાં આવી છે. બસની ડિઝાઇન બદલીને તેની રેન્જ વધારી શકાય છે. ફ્યુલ સેલ બસને પાવર આપવા માટે હાઈડ્રોજન અને હવાનો ઉપયોગ કરે છે. બસમાંથી માત્ર પાણી જ નીકળે છે, તેથી તે પર્યાવરણની દ્રષ્ટિએ પરિવહનનું શ્રેષ્ઠ માધ્યમ કહી શકાય. બીજી તરફ, લાંબા અંતરના રસ્તાઓ પર ચાલતી ડીઝલ બસ સામાન્ય રીતે વાર્ષિક 100 ટન CO2 ઉત્સર્જન કરે છે. ભારતમાં આવી 10 લાખથી વધુ બસો છે.
આ ટેકનોલોજી પર્યાવરણીય અને આર્થિક દ્રષ્ટિકોણથી પણ સારી સાબિત થઈ શકે છે. હાઈડ્રોજન બનાવવાની આ ટેક્નોલોજી ખેડૂતો માટે કમાણીનું માધ્યમ પણ બની શકે છે. ડીઝલ બસોને હાઈડ્રોજન ફ્યુલ સેલ બસો સાથે બદલવાથી હવાની ગુણવત્તામાં સુધારો થશે અને તેલની આયાત ખર્ચમાં ઘટાડો થશે.
સેન્ટિએન્ટ લેબ્સના ચેરમેન રવિ પંડિતે જણાવ્યું કે, “સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર બસ લોન્ચ કરવાનો અમને ગર્વ છે. એક મજબૂત ટેક્નોલોજી ટીમે CSIR-NCL સાથે કામ કર્યું. આ હાઈડ્રોજન મિશન આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા અને મહત્ત્વપૂર્ણ રીતે સસ્ટેનેબલ મોબિલિટીને મજબુત બનાવવામાં એક લાંબી દૂરી નક્કી કરશે. અમે કલ્પના કરીએ છીએ કે અમારા પ્રયાસો ઓટોમોબાઈલ કંપનીઓને ભારતમાં શૂન્ય-કાર્બન રસ્તો બનાવવામાં મદદરૂપ થશે.”(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)