Home News યુદ્ધનો નવમો દિવસ : Indigo યુક્રેનના પડોશી દેશોમાંથી 12 ફ્લાઈટનું સંચાલન કરશે

યુદ્ધનો નવમો દિવસ : Indigo યુક્રેનના પડોશી દેશોમાંથી 12 ફ્લાઈટનું સંચાલન કરશે

Face Of Nation 04-03-2022 : ઉડ્ડયન કંપની Indigoએ કહ્યું છે કે, તે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પડોશી દેશોમાંથી 2,600 થી વધુ ભારતીયોને બહાર કાઢવા માટે શુક્રવાર અને રવિવાર વચ્ચે 12 ફ્લાઇટનું સંચાલન કરશે. ભારત તેના નાગરિકોને યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે, કારણ કે રશિયન હુમલાને કારણે યુક્રેનની એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે.ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 9,200 ભારતીયોના સ્થળાંતર માટે 28 ફેબ્રુઆરીથી 6 માર્ચની વચ્ચે 42 ફ્લાઈટનું કરાશે.
યુક્રેનથી 20,000 થી વધુ ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા: અરિંદમ બાગચી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર થયા બાદ 20,000થી વધુ ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા હેઠળ લગભગ 10,348 ભારતીયોને લઈને યુક્રેનથી અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 16 ફ્લાઈટ શેડ્યૂલ છે. આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ ભારત પહોંચ્યા બાદ યુક્રેનની સરહદ પાર કરીને પડોશી દેશોમાં પહોંચેલા લગભગ તમામ ભારતીયો ભારત પહોંચી જશે. કેટલાક લોકો હજુ પણ યુક્રેનમાં છે. અમે ભવિષ્યમાં પણ ફ્લાઈટ્સ શેડ્યૂલ કરવાનું ચાલુ રાખીશું.
અમે યુક્રેનમાં બસોની વ્યવસ્થા કરી રહ્યા છીએ : ભારતીય વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે યુક્રેનના અધિકારીઓને વિશેષ ટ્રેનો માટે વિનંતી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. દરમિયાન, અમે બસોની વ્યવસ્થા કરી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).