Face Of Nation 04-07-2022 : ખાનગી એરલાઇન્સ કંપની ઇન્ડિગોનો કેબિન ક્રૂ સ્ટાફ મોટી સંખ્યામાં મેડિકલ લીવ પર હોવાથી 55% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શનિવારે નિર્ધારિત સમય કરતાં મોડા ઓપરેટ થઇ હતી. વાસ્તવમાં, શનિવારે એર ઇન્ડિયાની ભરતી માટે ઇન્ટરવ્યૂ હતું. ઇન્ડિગોના આટલા કર્મચારીઓ એક સાથે મેડિકલ લીવ પર ઉતરીને અહીં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા.
ઈન્ડિગો કુલ 1600 ફ્લાઇટ્સ ઓપરેટ કરે
ડીજીસીએ પ્રમુખ અરુણ કુમારે આ મામલે તપાસના નિર્દેશ આપ્યા છે. દેશની સૌથી મોટી ઇન્ડિગો એરલાઇન્સ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્તરે કુલ 1600 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટ અનુસાર શનિવારે ઇન્ડિગોની 45.2% ફ્લાઇટ્સ જ સમયસર રહી હતી. જ્યારે એર ઇન્ડિયાની 77.1%, સ્પાઇસજેટની 80.4%, વિસ્તારાની 86.3%, ગો ફર્સ્ટ 88% અને એર એશિયા ઇન્ડિયાની 92.3% ફ્લાઇટ્સ સમયસર ચાલી રહી હતી. તો બીજીતરફ તાતા જૂથે 27મી જાન્યુઆરીના રોજ એર ઇન્ડિયાની ઔપચારિક રીતે કમાન સંભાળી હતી. કંપની નવા વિમાન ખરીદવાની તેમજ પોતાની સેવાઓને સુધારવાની યોજના બનાવી રહી છે. આ જ દિશામાં કંપનીએ કેબિન ક્રૂની ભરતીનું અભિયાન પણ શરૂ કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).