ઈન્દિરા જયસિંહ 2009થી 2014 વચ્ચે એડિશન સોલિસીટર જનરલ રહી ચુક્યા છે
Face Of Nation:નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી(CBI)ના અધિકારીઓએ ગુરુવારે સુપ્રીમ કોર્ટના વકીલ ઈન્દિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના ઠેકાણે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી પ્રમાણે, આ કાર્યવાહી વિદેશી વિનિમય અધિનિયમ 2010ના ઉલ્લંઘનના મામલામાં કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ દિલ્હી અને મુંબઈ સ્થિત એનજીઓ લાયર્સ ક્લેક્ટિવની ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. તેના સંચાલક આનંદ ગ્રોવર છે. એનજીઓ પર વિદેશોથી પૈસા એકઠા કરવામાં ગરબડ કરવાનો આરોપ છે. સીબીઆઈએ ગત દિવસોમાં ગ્રોવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ઈન્દિરાની વિદેશ યાત્રાઓના ખર્ચ સાથે જોડાયેલો મામલોઃ રિપોર્ટ્સ પ્રમાણે, એનજીઓના ફંડિંગમાં ગરબડનો મામલો 2009થી 2014 વચ્ચેનો છે. આ દરમિયાન ઈન્દિરા એડિશનલ સોલિસીટર જનરલના પદ પર પણ રહી ચુક્યા છે. આરોપ છે કે આ દરમિયાન ઈન્દિરાની વિદેશ યાત્રાઓના ખર્ચની ચુકવણી મંત્રાલયની મંજૂરી વિના પતિના એનજીઓના આધારે કરવામાં આવ્યું હતું.