ફેસ ઓફ નેશન, 31-03-2020 : “પોલીસને પહેલા દિવસથી જ મેસેજ આપવામાં આવ્યો હતો કે, તમામ લોકો સાથે સંયમતાથી વર્તવાનું છે. મારા ધ્યાને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના વિસ્તારમાં થયેલી ઘટનાની જાણ થઇ હતી, વિડીયો ફૂટેજ સ્પષ્ટ હતા તેથી આ અંગે મેં અમદાવાદ શહેર પોલીસ કમિશનરને વાત કરીને તાત્કાલિક વીડિયોમાં દેખાતા વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. ખાખીમાં લોકો સાથે અયોગ્ય વ્યવહાર કરવો તે પ્રતિબંધિત(પ્રોહીબીટેડ) છે. ગરીબ સાથે કદાપિ અયોગ્ય વ્યવહાર હોવો જોઈએ” આ શબ્દો છે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના. સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લોકો ઘરમાં સુરક્ષિત રહે. ડ્રોન અને સીસીટીવી મારફતે પોલીસ બાજ નજર રાખી રહી છે અને કાયદાનો ભંગ કરનારા લોકો ઉપર ગુનો નોંધવામાં આવશે. જે લોકો સ્વસ્થ અને ક્વોરન્ટીન થઈને આવ્યા છે તેમની સાથે દુર્વ્યવહાર કરવો નહીં. 1 એપ્રિલે કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ ફેલાવવા નહીં કે જેનાથી લોકોમાં ચિંતા અને ભયનો માહોલ ઊભો થાય”
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં સૌથી સારી સેવા અને સૌથી સારું કાર્ય જો કોઈએ કર્યું હોય તો તે પોલીસ છે પરંતુ એકાદી ઘટનાથી તેમની તમામ સારી કામગીરી ઉપર પાણી ફરી જાય તેવો માહોલ ઉભો થયો છે. જો કે એકાદ પોલીસ કર્મચારી કે અધિકારીની વર્તણુંકથી સમગ્ર પોલીસ ખાતાને તેની અસર થાય તેમ બદનામ કરવું પણ યોગ્ય નથી, કારણ કે દેશની મહામારી સમયે ખરા અર્થમાં આ જ ખાખીધારીઓ આજે લોકોની પડખે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપીને ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
https://youtu.be/rc5utJ3GS-A
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ