Face Of Nation:પૂર્વ ઈન્ડોનેશિયાના મલુક ટાપુ પર રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 7.3 મપાઈ હતી. અમેરિકાના ભૂગર્ભ વિજ્ઞાનીઓએ આ માહિતી આપી હતી. જોકે સુનામીની ચેતવણી અપાઇ નહોતી. અમેરિકી ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણ અનુસાર ભૂકંપ ઉત્તર મલુક પ્રાંતના ટર્નેટ શહેરથી લગભગ 165 કિમી દૂર દક્ષિણ- દક્ષિણપશ્ચિમમાં સ્થાનિક સમયનુસાર સાંજે 6:28 વાગ્યે આવ્યો હતો.સ્થાનિક ઈમરજન્સી મેનેજમેન્ટ અધિકારી મસરુરે કહ્યું કે ભૂકંપ શક્તિશાળી હતો. જેના લીધે લોકો ભયના માર્યા ઘરોથી બહાર દોડી આવ્યા હતા અને એટલા ગભરાઈ ગયા હતા કે લોકો માર્ગોના કિનારે જ રાહ જોઈ રહ્યાં છે.