Home Uncategorized ઓમિક્રોનથી તંત્ર થયું દોડતું!!! વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત

ઓમિક્રોનથી તંત્ર થયું દોડતું!!! વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત

Face of Nation 09-12-2021: વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. હાલ ઓમિક્રોન વેરિઅન્ટની તપાસ માટે મહિલાના સેમ્પલ પૂણે મોકલી દેવાયા છે મહત્વનું છે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ઓમિક્રોનના 4 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે ત્યારે વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. SSG હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે 50 બેડ તૈયાર રખાયા છે તો 50 વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યો છે. ગઈ કાલે પણ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એ પહેલા પણ UKથી પરત આવલા એક વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના રિપોર્ટ પૂણે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને અનેક દેશોની ચિંતા વધારી છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અટેલું જ નહીં ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો એક કેસ નોંધાયો છે, એવામાં કોરોના કેસ પણ હવે ગોકળ ગતિએ વધી રહ્યા છે, ઓમિક્રોન વેરિએન્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, સાથે એરપોર્ટ પર વિદેશની આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, વિદેશની પરત આવેલાઓનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમને ફરજીયાત ક્વોરોન્ટાઈ રહેવાનો નિર્દેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં UKથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે આણંદની એક યુવતીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. UKથી પર ફરેલા વૃદ્ધનો કોપોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે જેને પગલે વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો કોરોના પોઝિટિવ વૃદ્ધનો રિપોર્ટ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે વૃદ્ધમાં ઓમિક્રોન વેરિએન્ટના કોઈ લક્ષણો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે, વૃદ્ધને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે મહત્વનું છે કે એક અઠવાડિયું હોમ ક્વોરન્ટાઈન રહ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)