Face Of Nation, 17-08-2021 પેટ્રોલિયમ કંપનીઓએ સબસિડી વગરના ઘરેલુ રાંધણ ગેસના બાટલા દીઠ 25 રુપિયાનો વધારો કરીને પહેલેથી પરેશાન પ્રજાને ઝટકો આપ્યો છે. 25 રુપિયાના વધારાની સાથે દિલ્હીમાં 14.2 કિલો રાંધણ ગેસના બાટલાનો ભાવ 886 રુપિયા, મુંબઈમાં 859.5 રુપિયા, લખનઉમાં 897.5 રુપિયા થઈ ગયો છે.
પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધતા જત ભાવને કારણે કેન્દ્ર સરકારને ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સરકારનું કહેવું છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો પર નિર્ભર છે અને સરકારના હાથમાં કંઈ નથી. સરકારે સતત ગેસની કિંમતોમાં સબસિડી ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.
ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને ઘેર બેઠા એલપીજી કનેક્શનની સુવિધા આપવાનું શરુ કર્યું છે. નવું એલપીજી કનેક્શન લેવા માટે હવે લોકોએ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં જવાની જરુર નથી પરંતુ 8454955555 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારુ નવું કનેક્શન બુક થઈ જશે. ગેસ સિલિન્ડર રિફિલિંગ માટે પણ આ જ નંબર કામમાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)