Face Of Nation 16-03-2022 : રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે 21મો દિવસ છે. રશિયા સતત યુક્રેનના શહેરોમાં નાગરિક વિસ્તારોમાં બોમ્બમારો કરે છે. યુક્રેનના બીજા મોટા શહેર ખાર્કિવમાં રશિયન હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 500 નાગરિકો માર્યા ગયા છે. શહેરની ઈમરજન્સી સર્વિસિઝ એજન્સીએ આંકડો જાહેર કરતા કહ્યું કે મોતનો આંકડો હજુ વધી શકે છે. યુક્રેનના એક અખબાર મુજબ, રશિયા અને યુક્રેનમાં ટૂંક સમયમાં જ સીઝફાયરની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટ મુજબ, બંને દેશ એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે. જેમાં યુક્રેનની સરકાર રશિયાને વિશ્વાસ અપાવશે કે તેઓ નાટોમાં સામેલ નહીં થાય. તેઓ પોતાના હથિયારોની લિમિટ પણ નક્કી કરશે. બીજી તરફ ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICJએ રશિયાને યુક્રેન પર તાત્કાલિક હુમલાઓ બંધ કરવાનું કહ્યું છે.
અમેરિકાની સંસદમાં ઝેલેન્સ્કીનું ભાષણ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બુધવારે અમેરિકાની સંસદમાં સંબોધન કર્યું. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી પોતાના ભાષણમાં ઝેલેન્સ્કીએ કહ્યું- હું અમેરિકાના રાષ્ટ્રપતિને વિનંતી કરીશ કે તેમનો દેશ દુનિયાનું નેતૃત્વ તો કરે જ છે, આ સાથે જ તેઓએ અમન કાયમ કરનારી તાકાતોના પણ લીડર બનવું જોઈએ. ઝેલેન્સ્કી જેવાં જ સ્ક્રીન પર આવ્યા તો તમામ સાંસદો પોતાની સીટ પરથી ઊભા થઈને તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું. ખાસ વાત એ છે કે ઝેલેન્સ્કીએ ભાષણ દરમિયાન ગ્રાફિક્સ અને વીડિયોની મદદથી વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ આપ્યું. બીજી તરફ રશિયન હુમલાનો સામનો કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન યુક્રેનને લગભગ 6204 કરોડ રૂપિયા (800 મિલિયન ડોલર)ની સૈન્ય મદદ કરવાની તૈયારીમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).