Face Of Nation, 06-09-2021: અફઘાનિસ્તાનના પંજશીર ઘાટીને લઈ તાલિબાને મોટો દાવો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, તાલિબાનનું કહેવું છે કે તેણે પંજશીર પ્રાંત ઉપર પણ સંપૂર્ણપણે કબજો કરી દીધો છે. તેની સાથોસાથ રજિસ્ટેંસ ફોર્સ એટલે કે નોર્ધન અલાયન્સના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના મોતનો પણ દાવો કરવામાં આવ્યો છે. તાલિબાનના મુખ્ય પ્રવક્તા જલીહુલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં કહ્યું કે, આ જીતથી અમારો દેશ પૂર્ણ પણે યુદ્ધમાંથી બહાર આવી ગયો છે.
સોશિયલ મીડિયા પર સામે આવી રહેલી તસવીરોમાં તાલિબાનના ફાઇટર્સ પંજશીરના પ્રાંતીય ગવર્નરના પરિસરના દરવાજાના સામે ઊભેલા જોવા મળી રહ્યા છે. તાલિબાનનું કહેવું છે કે પંજશીરને ટૂંક સમયમાં સમૂદ પરિવારથી સ્વતંત્ર NRFના ચીફ કમાન્ડરનું મોત,પંજશિર પર જીત મેળવી લીધી છે: તાલિબાનનો દાવોજાહેર કરી દેવામાં આવશે. પંજશીર ઘાટીમાં પણ તાલિબાનનું રાજ હશે.
The Taliban forces have completely taken control of Panjshir province, a statement of the Taliban said: TOLOnews
— ANI (@ANI) September 6, 2021
આ પહેલા પંજશીરના સિંહ તરીકે ઓળખાતા અહમદ મસૂદે તાલિબાનની સામે ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મસૂદે દાવો કર્યો હતો કે તાલિબાને પોતાના ફાઇટરોને પંજશીરથી પરત બોલાવી દીધા છે. તાલિબાનના ફાઇટરો બાગલાન પ્રાંતના અંદરાબ જિલ્લાથી પણ પાછળ હટી ગયા છે. મસૂદે કહ્યું કે, તાલિબાનીઓ પાછળ હટ્યા NRFએ પોતાનું મિલિટ્રી ઓપરેશન રોકવાનો આદેશ આપ્યો છે.
જોકે, સોમવારે તાલિબાનના પ્રવક્તા જલીહુલ્લાહ મુજાહિદે પંજશીરમાં તાલિબાનનો કબજો હોવાનો દાવો કર્યો અને તાલિબાનનો ઝંડો લહેરાવવાની પુષ્ટિ કરી છે. નોર્ધન અલાયન્સ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું.
કેટલાક રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યા છે કે, પાકિસ્તાને પોતાના સૌથી મોટા દુશ્મન અમરૂલ્લા સાલેહના ઘરને ફાઇટર જેટ અને ડ્રોનથી નિશાન બનાવ્યું છે. જોકે, સાલેહ આ હુમલામાં આબાદ બચી ગયા છે. ત્યારબાદ તેઓ કોઈ અજ્ઞાત સ્થળે છુપાઈ ગયા છે. આ પહેલા તાલિબાની હુમલામાં પંજશીર ઘાટીના વિદ્રોહી નેતા અહમદ મસૂદના પ્રવક્તા અને પત્રકાર ફહીમ દશ્તીનું મોત થયું હતું.