Home News શુક્રવારની સાંજે અવકાશમાં દેખાયું ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન

શુક્રવારની સાંજે અવકાશમાં દેખાયું ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન

ફેસ ઓફ નેશન, 10-04-2020 : અવકાશમાં તરતો મૂકવામાં આવેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નરી આંખે નિહાળવાનો રોમાંચ અલગ જ હોય છે. આઇએસએસને નરી આંખે તા. 10મી એપ્રિલે લોકોએ નિહાળ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં તે 7.16 મિનિટે 6 મિનિટ અને 32 સેકેન્ડ સુધી પસાર થયો હતો. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. જેથી 10મીએ સાંજે આકાશમાં આઇએસએસને નિહાળવામાં સરળતા રહી હતી. આ સ્પેશ સ્ટેશન એક ચમકતા અને મોટા તારાની જેમ દેખાયું હતું. જે પૃથ્વીના ચક્કર કાપી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. સમગ્ર દેશમાંથી અનેક લોકોએ આ લ્હાવો નિહાળ્યો હતો.

પૃથ્વીનું એક ચક્કર કાપતા 92.68 મિનિટ જેટલો સમય લાગે છે
ફૂટબોલના મેદાન જેવડું કદ ધરાવતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. જેને પૃથ્વીનું એક ચક્કર કાપતા 92.68 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. જે મુજબ રોજ તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે.

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે

Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો