Home Sports IPL-2022: પંજાબના પાવર સામે ઝૂક્યું બેંગ્લોર; ઓડિન સ્મિથે 8 બોલમાં 25 રન...

IPL-2022: પંજાબના પાવર સામે ઝૂક્યું બેંગ્લોર; ઓડિન સ્મિથે 8 બોલમાં 25 રન કરી બાજી પલ્ટી નાખી

Face Of Nation 27-03-2022 : IPLમાં બીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર બેંગ્લોરે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 205 રન કર્યા હતા. જેને પંજાબે 6 બોલ પહેલા ચેઝ કરી 5 વિકેટથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવ્યું છે. તો રવિવારની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું.
ડુ પ્લેસિસે IPLમાં 3 હજાર રન પૂરા કર્યા
ફાફ ડુ પ્લેસિસે આઈપીએલમાં પોતાના 3,000 રન પૂરા કરી લીધા છેય તેણે ઈનિંગનો 65મો રન ફટકારીને IPLમાં પોતાના 3 હજાર રન પૂરા કર્યા છે. આની સાથે જ IPLમાં આ સિદ્ધિ મેળવનારો ફાફ એકંદરે 20મો અને છઠ્ઠો વિદેશી ખેલાડી બન્યો છે. 3 હજાર રનના રેકોર્ડ ઉપરાંત IPLમાં તેના 100 છગ્ગા પણ પૂરા થયા છે.
કોહલી 200 ઈનિંગ રમનારો પ્લેયર બન્યો
વિરાટ કોહલી IPLમાં કોઈ એક ટીમથી 200 ઈનિંગ રમનારો ખેલાડી બની ગયો છે. ઓવરઓલ કોહલી રોહિત શર્મા (209) પછી બીજો ખેલાડી બની ગયો છે. જે IPLમાં 200મી ઈનિંગ રમવા ગયો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 9 વર્ષ પછી એક ખેલાડી તરીકે IPL મેચ રમતો જોવા મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).