Home Sports “હાઈવોલ્ટેજ મેચ;રાજસ્થાને દિલ્હીને 15 રને હરાવ્યું, બટલરે સદી ફટકારી દિલ્હીના બોલર્સને લગાવ્યું...

“હાઈવોલ્ટેજ મેચ;રાજસ્થાને દિલ્હીને 15 રને હરાવ્યું, બટલરે સદી ફટકારી દિલ્હીના બોલર્સને લગાવ્યું ‘બટર’

Face Of Nation 22-04-2022 : IPL 2022ની 34મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 15 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. DC સામે 223 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 207/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન કેપ્ટન રિષભ પંતે 44 રન બનાવ્યા હતા. જ્યારે RR માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સ માટે 7 મેચમાં આ 5મી જીત હતી, ટીમ અત્યાર સુધી માત્ર 2 મેચ હારી છે. તે જ સમયે, દિલ્હીની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. રિષભ પંતની આગેવાની હેઠળ ટીમ 7માંથી 4 મેચ હારી ગઈ છે. જ્યારે DCએ માત્ર 3 મેચ જીતી છે. પહેલા બેટિંગ કરતા રાજસ્થાનના જોસ બટલરે સૌથી વધુ 116 રનની ઈનિંગ રમી હતી. આ જોશ બટલરની સતત બીજી તથા સીઝનની ત્રીજી સદી ફટકારી છે. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને 1-1 વિકેટ લીધી હતી.
જોશ બટલરનું શાનદાર ફોર્મ યથાવત
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે આ મેચમાં પણ આક્રમક અંદાજે બેટિંગ કરી છે. તેણે 57 બોલમાં આ IPL સિઝનની સતત બીજી તથા અત્યારસુધીની ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન બટલરે કુલ 65 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની સહાયથી 116 રન કર્યા છે.
પાવર પ્લેમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ધીમી રહી હતી. જેમાં પહેલી 5 ઓવરમાં ટીમનો સ્કોર 29/0 હતો. જોકે પાવર પ્લેની છેલ્લી ઓવરમાં જોસ બટલરે 15 રન ફટકારીને ટીમને આક્રમક લયમાં પાછી લાવી દીધી હતી. જેથી પહેલી 6 ઓવરમાં ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 44 રન કર્યા હતા. આ દરમિયાન ટીમ તરફથી 5 ફોર અને 2 સિક્સર જોવા મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).