Home Sports લો હજુ રમાડો IPL; દિલ્હીની સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન કરાઈ, ફિઝિયો બાદ એક...

લો હજુ રમાડો IPL; દિલ્હીની સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન કરાઈ, ફિઝિયો બાદ એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ!

Face Of Nation 18-04-2022 : ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ દિલ્હીની સમગ્ર ટીમ ક્વોરન્ટાઈન કરી દેવાઈ છે. દિલ્હીની આગામી મેચ 20મી એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે.એક ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સિઝનમાં દિલ્હી ટીમનો વિનિંગ રેટ ઓછો
દિલ્હી કેપિટલ્સના IPL 2022માં પ્રદર્શનની વાત કરીએ તો, ટીમે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. આ દરમિયાન તેણે 2 મેચ જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કર્યો છે. દિલ્હીએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. ત્યારપછી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. જોકે 16મી એપ્રિલે દિલ્હીએ 16 રનથી RCB સામે હારનો સામનો કર્યો છે.
ગત સિઝનની ભૂલ ફરીથી થઈ?
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).