Home Sports IPL : પ્લેયરો પર થયો પૈસાનો વરસાદ; ચેમ્પિયન ગુજરાતને મળ્યા 20 કરોડ...

IPL : પ્લેયરો પર થયો પૈસાનો વરસાદ; ચેમ્પિયન ગુજરાતને મળ્યા 20 કરોડ તો રનર અપ રાજસ્થાનને 12.5 કરોડ મળ્યા, દિનેશ કાર્તિકને મળી “કાર”!

Face Of Nation 30-05-2022 : IPLને 15મી સીઝનનો ચેમ્પિયન મળી ગયો છે. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારીએવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનરઅપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારી એવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ચહલે સીઝનમાં સૌથી વધુ 27 વિકેટ લીધી. બીજી તરફ, સીઝનમાં સૌથી વધુ રન કરનાર રાજસ્થાનના જોસ બટલરને ઓરેન્જ કેપની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. બટલરે 17 મેચમાં 863 રન બનાવ્યા.ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા. આ સિવાય ફાઈનલ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ યર, ગેમચેન્જર ઓફ ધ યર, પ્લેયર ઓફ ધ યર અને મેક્સિમમ સિક્સિસ અવૉર્ડ પણ આપવામાં આવ્યો.
પ્લેયરોને ઈનામ તરીકે લાખો રૂપિયા મળ્યા
દિનેશ કાર્તિક – સિઝનનો સુપર સ્ટ્રાઈકર – ટાટા પંચ કાર, ઉમરાન મલિક – ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર – 10 લાખ, જોસ બટલર – સિઝનમાં સૌથી વધુ સિક્સર, ગેમ ચેન્જર ઓફ ધ સિઝન અને સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા – 30 લાખ રૂપિયા, લોકી ફર્ગ્યુસન – સિઝનનો સૌથી ઝડપી બોલ – 10 લાખ, યુઝવેન્દ્ર ચહલ – સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) 10 લાખ તો જોશ બટલર – સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) 10 લાખ રૂપિયા અને અંતે એવિન લેવિસ – કેચ ઓફ ધ સિઝન – 10 લાખ રૂપિયા મળ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).