Home Sports IPL-2022 : ગુજરાત ટાઇટન્સે જીત સાથે અભિયાનની શરૂઆત; લખનઉને 5 વિકેટથી ટીમની...

IPL-2022 : ગુજરાત ટાઇટન્સે જીત સાથે અભિયાનની શરૂઆત; લખનઉને 5 વિકેટથી ટીમની ડેબ્યૂ મેચમાં હરાવ્યું

Face Of Nation 28-03-2022 :  આઈપીએલ-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સના રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેવામાં 15 રનની અંદર 2 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક અને મેથ્યુ વેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ લખનઉના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના ભાઈ તથા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. કૃણાલની ઓવરના પહેલા બોલ પર જ હાર્દિક લોફ્ટેડ શોટ મારવા ગયો હતો. જેનું ટાઈમિંગ ખાસ ન થતા મનીષ પાંડેએ તેનો કેચ પકડી લીધો હતો. હાર્દિક પંડ્યાની વિકેટ તેના જ ભાઈ કૃણાલે લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).