Face Of Nation 27-04-2022 : IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ મેચમાં GT સામે 196 રનનો ટાર્ગેટ હતો, જેને રાહુલ અને રાશિદની પાર્ટનરશિપની સહાયથી ટીમે ચેઝ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જિતાડી દીધી છે. એટલું જ નહીં રાહુલ તેવટિયા અને રાશિદ વચ્ચે 59* રનની પાર્ટનરશિપ થઈ હતી. આની સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગયું છે. તો બીજીતરફ 196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. તેણે ગુજરાતના શુભમન ગિલની વિકેટ લેતાની સાથે જ પોતાની આક્રમક બોલિંગથી બેટરને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ઉમરાને ત્યાર પછી પોતાની 4 ઓવરના સ્પેલમાં 25 રન આપી 5 વિકેટ પોતાને નામ કરી હતી.
સાહાની વિસ્ફોટક બેટિંગ, માર્કરમનું પરાક્રમ
લાંબા સમયથી ખરાબ ફોર્મમાં રહેલા રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે IPLમાં તેની 9મી ફિફ્ટી ફટકારી રનચેઝમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાહાએ આ ઈનિંગ દરમિયાન 38 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તો બીજીતરફ આ મેચમાં હૈદરાબાદ તરફથી એડન માર્કરમે 40 બોલમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે આ દરમિયાન 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 140 સુધી રહ્યો હતો. કેન વિલિયમ્સનના આઉટ થયા પછી માર્કરમ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે અભિષેક સાથે પાર્ટનરશિપ નોંધાવી હતી. તેની વિકેટ ગુજરાતના યુવા પેસર યશ દયાળે લીધી હતી.
ગુજરાત ટાઈટન્સનો ‘સુપર સ્ટાર’ મોહમ્મદ શમી
હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન બીજી ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ શમીની બોલિંગ પર ક્લીન બોલ્ડ થયો હતો. આ દરમિયાન વિલિયમ્સન ડ્રાઇવ કરવા માગતો હતો, પરંતુ બેટ અને પેડ વચ્ચે જે ગેપ હતો એના કારણે તે બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર પછી તેણે રાહુલ ત્રિપાઠીની પણ વિકેટ લીધી હતી. ચોથી ઓવરમાં ત્રિપાઠીએ પહેલા બોલ પર એક છગ્ગો અને સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. જોકો શમીએ કમબેક કરી ઓવરના છેલ્લા બોલ પર તેને LBW આઉટ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).