Face Of Nation 30-05-2022 : ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે. IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ખિતાબ પોતાને નામ કરી દીધો છે. તો બીજીતરફ શુભમન ગિલે સીક્સ મારીને ટીમને જીત અપાવી દીધી હતી. GTના હાર્દિક પંડ્યા આ મેચના હિરો સાબીત થયા છે. તેમણે ત્રણ વિકેટ લેવાની સાથે સાથે 34 રન પણ કર્યા છે. હાર્દિક પાંચમી વખત IPL ફાઈનલના હિરો બન્યા છે. આ પહેલાં ચાર વાર તેઓ મુંબઈ ચેમ્પિયન ટીમના ખેલાડી રહ્યા હતા.
ગુજરાત IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની
ગુજરાત ટાઈટન્સે IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની ગઈ છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સ (1 વખત), ચેન્નઈ સુપર કિંગ્સ (4 વખત), કોલકાતા નાઈટ રાઈડર્સ (2 વખત), મુંબઈ ઈન્ડિયન્સ (5 વખત), ડેક્કન ચાર્જર્સ (1 વખત) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (1 વખત) ખિતાબે જીત મેળવી છે. ફક્ત બીજી વખત કોઈ ટીમે પોતાની પ્રથમ સીઝનમાં ખિતાબ જીત્યો છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં વિક્રમ બનાવી ચુક્યું છે.
ગુજરાત ટાઈટન્સની ખરાબ શરૂઆત
131 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં ગુજરાતની ટીમની શરૂઆત સારી ના રહી. ઋદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડ કઈ ખાસ કમાલ ના કરી શક્યા. પાવર-પ્લેમાં ટીમ માત્ર 31 રન જ કરી શકી. સાહાએ 5 રન અને મેથ્યુ વેડે માત્ર 8 જ રન કર્યા. સાહાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્લિન બોલ્ડ કર્યો. જ્યારે મેથ્યુની વિકેટ ટ્રેટ બોલ્ડના ખાતામાં આવી છે. વેડનો કેચ રિયાન પરાગે લીધો છે.
બટલરના સૌથી વધુ રન-હાર્દિકની સૌથી વધુ વિકેટ
રાજસ્થાન માટે સૌથી વધારે રન બટલરે બનાવ્યા છે. તેમણે 35 બોલમાં 39 રન કર્યા છે. જ્યારે ગુજરાત માટે સૌથી વધારે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ગુજરાતના કેપ્ટને 4 ઓવરમાં 3 વિકેટ લીધી હતા. જ્યારે સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી છે.
ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગ
ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. તેણે સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની વિકેટ લીધી છે. ત્રણ બેટરમાં એક પણ ખેલાડી જો સારુ રમી જાત તો ગુજરાતની મુશ્કેલી વધી શકતી હતી. પહેલી જ ઓવરમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને તેની બોલિંગમાં કોઈ પણ બેટર મોટો શોટ ના મારી શક્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat IPL-2022 Final : ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું, મોદીના મેદાનમાં ગુજરાતનો...