Home Sports ગુજરાતે મારી જીતની હેટ્રિક; ગુજરાતે કોલકાતાને 8 રનથી હરાવ્યું, આન્દ્રે રસેલની વિકેટ...

ગુજરાતે મારી જીતની હેટ્રિક; ગુજરાતે કોલકાતાને 8 રનથી હરાવ્યું, આન્દ્રે રસેલની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યો, ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં નં-1!

Face Of Nation 23-04-2022 : IPL 2022ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 8 રનથી કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું છે. KKR સામે 157 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ માત્ર 148/8 રન કરી શકતા મેચ હારી ગઈ છે. KKRની આ સતત ચોથી હાર છે. ગુજરાતની 7 મેચમાં આ છઠ્ઠી જીત છે. આની સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પણ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે. તે જ સમયે, કોલકાતાની 8 મેચમાં આ 5મી હાર છે, જ્યારે KKR અત્યાર સુધી માત્ર 3 મેચ જીતી શકી છે. તો બીજીતરફ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી તો બીજી બાજુ કોલકાતાના રસેલે છેલ્લી ઓવરમાં 5 રન આપી 4 વિકેટ લીધી હતી.
IPLમાં રાશિદની 100 વિકેટ પૂરી
મેચમાં 1 વિકેટ લેવાની સાથે જ રાશિદ ખાને IPLમાં 100 વિકેટ પૂરી કરી લીધી હતી. તેણે વેંકટેશ અય્યર (17)ને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રાશિદ IPLમાં વિકેટની સદી ફટકારનારો એકંદરે 16મો અને ચોથો વિદેશી ખેલાડી બન્યો છે. આની સાથે રાશિદ IPLમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ લેનારો વિદેશી સ્પિનર ​​પણ બની ગયો છે. તેણે આ રેકોર્ડ 83 ઇનિંગ્સમાં બનાવ્યો છે.
રસેલને જીવનદાન મળ્યું, મેચમાં રસેલની 4 વિકેટ
યશ દયાળે આ ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં 13મી ઓવરના ચોથા બોલ પર તેણે રસેલને આઉટ કર્યો હતો. કોલકાતાનો વિસ્ફોટક બેટર રસેલ પુલ કરવા જતા ફાઈન લેગ પર કેચઆઉટ થયો હતો. જોકે અમ્પાયરે નો બોલ હોવાની જાહેરાત કરતા ગુજરાતની ટીમ નિરાશ થઈ ગઈ હતી. તો બીજીતરફ ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાં આન્દ્રે રસેલ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે 6 બોલમાં માત્ર 5 રન આપીને 4 વિકેટ લઈને ટાઈટન્સની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી.
કોલકાતાની ખરાબ શરૂઆત
ટાર્ગેટ ચેઝ કરતા KKRની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. જેની પહેલી ઓવરમાં સેમ બિલિંગ્સ (4) અને ત્રીજી ઓવરમાં સુનીલ નરેન (5) આઉટ થઈ ગયા હતા. આ બંને વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી. ત્યારપછી નીતીશ રાણા અને શ્રેયસ અય્યર આઉટ થઈ જતા કોલકાતાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ટીમે 34 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).