Face Of Nation 21-05-2022 : IPL 2022ની 69મી મેચમાં મુંબઈએ 5 વિકેટથી દિલ્હીને હરાવી દીધું છે. તેવામાં આ હારની સાથે DC ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે તો બીજી બાજુ RCBને પ્લેઓફની ટિકિટ મળી ગઈ છે. હવે 25મી મેના દિવસે રમાનારી એલિમિનેટર મેચમાં RCBની ટીમ લખનઉ સામે રમતી જોવા મળશે.તો બીજીતરફ આ મેચમાં પહેલા બેટિંગ કરતા DCએ મુંબઈને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને MIએ છેલ્લી ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. મુંબઈ તરફથી ઈશાન કિશને સૌથી વધુ રન કર્યા હતા. તેણે માત્ર 35 બોલમાં 48 રન ફટકાર્યા હતા. તે જ સમયે, MIના ટિમ ડેવિડે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 34 રન કરી જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુર અને એનરિક નોર્ત્યાએ 2-2 વિકેટ લીધી હતી.
રિષભ પંતે મોટી ભૂલ કરી દીધી
મુંબઈની ઈનિંગની 12મી ઓવરમાં રિષભ પંતે મોટી ભૂલ કરી દીધી હતી. તેણે ડેવાલ્ડ બ્રેવિસનો એક સરળ કેચ છોડી દેતા જોવાજેવી થઈ હતી. કુલદીપે એક શાનદાર ગુગલી બોલ ફેંક્યો જેને બ્રેવિસ સ્લોગ સ્વીપ કરવા માંગતો હતો, પરંતુ બોલ મિસ ટાઈમ થઈ ગયો હતો. ત્યારપછી પંત દોડતો આવ્યો અને કુલદીપને કહ્યું કે હું કેચ કરીશ, પરંતુ તેણે એક સરળ કેચ છોડી દીધો હતો. કેચ છોડ્યા પછી દિલ્હીના ખેલાડીઓ અને ફેન્સ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.
રોહિતનો ફ્લોપ શો યથાવત
IPL 2022ની છેલ્લી મેચમાં મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે મેચમાં 12 બોલનો સામનો કર્યો અને આ દરમિયાન હિટમેને માત્ર 2 રન જ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેની વિકેટ પડી જતા આ સિઝન હિટમેન માટે સૌથી ખરાબ રહી છે. તે એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી અને આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).