Face Of Nation 24-04-2022 : IPL 2022ની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 36 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. આ દરમિયાન MI સામે 169 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 132 રન કરી શકી અને મેચ હારી ગઈ છે. તેવામાં MIના મેન્ટોર અને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરના જન્મદિવસે પણ મુંબઈ મેચ જીતી શક્યું નથી. રોહિત એન્ડ ટીમ આ ખાસ દિવસે સચિનને મેચ જીતી ખાસ ગિફ્ટ આપવામાં નિષ્ફળ રહી છે. તો બીજી બાજુ આ મેચમાં LSGના કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી હતી તો બીજી બાજુ કેપ્ટન રાહુલે શાનદાર સદી મારી ટીમને મેચ વિનિંગ ટોટલ સેટ કરવામાં સહાય કરી હતી. હવે જોવા જઈએ તો આ સિઝનની સતત 8મી મેચ હારી જતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાંથી પણ લગભગ બહાર થઈ જવા આવી છે.
મુંબઈનો ધબડકો, કિશને ફરી નિરાશ કર્યાં
રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ માટે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. વળી તેને આ મેચમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ રોહિત 39 રન કરીને આઉટ થયો હતો. મેચમાં સૂર્યકુમાર યાદવ પાસેથી પણ ઘણી અપેક્ષા હતી, પરંતુ તે પણ માત્ર 7 રન જ કરી શક્યો હતો. સૂર્યાને આયુષ બદોનીએ આઉટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે IPLમાં બદોનીની આ પહેલી વિકેટ છે. તે જ સમયે, ઇશાન કિશને ફરી એકવાર નિરાશ કર્યા છે. તે 20 બોલમાં માત્ર 8 રન કરીને આઉટ થઈ ગયો હતો. ઇશાનના આઉટ થયા પછી ડેવોલ્ડ બ્રેવિસ પણ 3 રન કરીને આઉટ થતા મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ઓર્ડરની નબળાઈ છતી થઈ ગઈ હતી.
કેપ્ટન લોકેશ રાહુલની શનદાર સદી
લખનઉ માટે કેપ્ટન કેએલ રાહુલે IPL કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તેણે 62 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન રાહુલે 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તો બીજીતરફ મનીષ પાંડે 22 રને આઉટ થયા પછી સ્ટોઇનિસ અને કૃણાલે ફરી એકવાર નિરાશ કર્યા હતા. બંને પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ સ્ટોઇનિસ 0 રન કરીને જ આઉટ થઈ ગયો હતો. તે જ સમયે, કૃણાલ પંડ્યા માત્ર 1 રન જ કરી શક્યો હતો. હવે આ 2 વિકેટ ગુમાવ્યા પછી દીપક હુડા પણ 10 રન કરીને આઉટ થતા લખનઉની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).