Home Sports ‘નો-બોલ’નો વિવાદ: પંત વિફર્યો; ચાલુ મેચમાં પંતે બેટરને કહ્યું પાછા આવી જાઓ...

‘નો-બોલ’નો વિવાદ: પંત વિફર્યો; ચાલુ મેચમાં પંતે બેટરને કહ્યું પાછા આવી જાઓ નથી રમવું; વોટસનને તાત્કાલિક મેદાનમાં મોકલ્યા, જુઓ Video

https://youtu.be/xH-QfyRWRRI

Face Of Nation 23-04-2022 : દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની છેલ્લી ઓવરમાં મોટો વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન દિલ્હીને 6 બોલમાં 36 રનની જરૂર હતી. તેવામાં પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો. તો બીજીતરફ મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 36 રનની જરૂર હતી. દિલ્હી તરફથી રોવમેન પોવેલ અને કુલદીપ યાદવ ક્રિઝ પર હતા. આ દરમિયાન બોલિંગની જવાબદારી ઓબેદ મેકકોય પાસે હતી.
પંતે મેચ પછી પણ વિવાદ અંગે ઘટસ્ફોટ કર્યો
પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશન દરમિયાન પંતે કહ્યું કે મને લાગે છે કે રાજસ્થાને સારી બોલિંગ કરી હતી પરંતુ પોવેલે ક્યાંક મેચ અમારી તરફેણમાં ફેરવી દીધી હતી. થર્ડ અમ્પાયરે કે કોઈએ ચેક કરવું જોઈએ કે નો બોલ છે પણ તે મારા કંટ્રોલમાં નથી તેથી હું કંઈ કરી શકતો નથી. આવું થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત પરંતુ તે રમતનો એક ભાગ છે. હું મારા ખેલાડીઓને કહીશ કે વધુ વિચાર ન કરો અને આગામી મેચ માટે તૈયારી કરો.
જાણો નિયમો શું કહે છે
નો બોલ મુદ્દે નિયમ એવો છે કે જ્યારે બેટર ફુલ ટોસ બોલ પર આઉટ થાય છે ત્યારે જ થર્ડ અમ્પાયર નો બોલને ચેક કરી શકે છે. જો સિક્સર માટે ફુલટોસ બોલ ફટકારવામાં આવે અને બેટર દ્વારા એવી માંગ કરવામાં આવે કે નો બોલને તપાસવામાં આવે, તો તે થઈ શકે નહીં. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર ફક્ત ફ્રન્ટ ફુટ નો બોલને જ ચેક કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).