Face Of Nation 13-04-2022 : પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. PBKSએ 5 વિકેટના નુકસાને 198 રન કર્યા છે. જેના જવાબમાં મુંબઈનો સ્કોર 4 વિકેટના નુકસાને 130+ રન છે. બીજીતરફ રોહિત શર્મા અને ઈશાન કિશન મેચમાં શાનદાર ઈનિંગ રમી શક્યા નહોતા. આ દરમિયાન હિટમેન 17 બોલમાં 28 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે ઈશાન કિશન 6 બોલમાં 3 રન કરી આઉટ થઈ ગયો હતો. તેવામાં બંને ઓપનરનું ખરાબ ફોર્મ ટીમને મુશ્કેલીમાં મુકી રહ્યું છે.
ડેવાલ્ડ બ્રેવિસે તોફાની બેટિંગ, તો મંયક અર્ધ સદી
રાહુલ ચહરની 9મી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. બેબી ABના નામથી પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના બેટરે પોતાની તોફાની બેટિંગના આધારે આ ઓવરમાં 29 રન કર્યા હતા. તો બીજીતરફ PBKSના કેપ્ટન મયંક અગ્રવાલે મેચમાં તોફાની બેટિંગ કરતા માત્ર 32 બોલમાં 52 રન કર્યા હતા. તેવામાં મુરુગન અશ્વિને મયંકની ઇનિંગ્સનો અંત કર્યો હતો. અશ્વિને ઓફ-સ્ટમ્પ પર મયંકને ફુલર બોલ ફેંક્યો હતો, જેને મયંકે લોંગ ઓફ પર મારવા ગયો જતા તે કેચઆઉટ થયો હતો. મયંકનો કેચ સૂર્યકુમાર યાદવે પકડ્યો હતો. તેવામાં પહેલી 4 મેચ હારી ચૂકેલી MI આ સિઝનમાં પોતાની પહેલી જીત મેળવવા મેદાનમાં ઉતરશે. બીજી બાજુ પંજાબે 4માંથી 2 મેચ જીતી છે. તેવામાં છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી પંજાબ પાસેથી જીત છીનવી લીધી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).