Face Of Nation 27-05-2022 : આજે શુક્રવારે IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચેની આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. એવામાં જો રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તે પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત સામે હારી ગઈ હતી, જ્યારે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર બેંગલોરે શાનદાર પ્રદર્શન કરી લખનઉને હરાવી દીધું હતું. તો બીજીતરફ અમાદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોને ગરમીથી થોડી રાહત થઈ શકે છે. આજે વરસાદ પડવાની સંભાવના નહિવત છે, જેથી ફેન્સને મેચનો આનંદ માણવા મળી શકે છે.
રજતની સાથે વિરાટની બેટિંગ ગેમ ચેન્જર રહેશે
બેંગલોરની ટીમને જો ફાઈનલમાં પહોંચવું હશે તો રજત પાટીદાર અને વિરાટ કોહલી પાસેથી ટીમને સારી આશા રહેશે. એલિમિનેટરમાં સદી ફટકારનારો રજત હવે શું બેંગલોરને ફાઈનલની ટિકિટ અપાવી શકશે કે નહીં એ જોવા જેવું રહેશે. ગુજરાત વિરુદ્ધ 73 રનની ઈનિંગ રમી વિરાટ કોહલી પણ પોતાની લયમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે. તેવામાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ હવે કેવી રીતે પોતાનું ફોર્મ પરત મેળવશે એ જોવાનું રહેશે, જો આ ત્રણ બેટર વિસ્ફોટક બેટિંગ કરવા લાગ્યા તો પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ સરળતાથી ટીમને મેચ જિતાડી શકશે.
ફાસ્ટ બોલિંગ રાજસ્થાન માટે ચિંતાનો વિષય
રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઓરેન્જ કેપ હોલ્ડર બટલર અને પર્પલ કેપ હોલ્ડર યુઝવેન્દ્ર ચહલ હાજર છે. આ બંનેના સારા પ્રદર્શન કરવા છતાં ટીમ ગુજરાત સામે હારી ગઈ હતી. જેથી હવે પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ સહિત ટીમમાં ફાસ્ટ બોલર્સે વધારે મહેનત કરી પાવરપ્લેમાં વિકેટ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL ક્વોલિફાયર-2; અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે બેંગ્લોર-રાજસ્થાન વચ્ચે રસાકસીભર્યો જંગ, વાદળછાયું વાતાવરણ...