Face Of Nation 23-04-2022 : IPLમાં શનિવારે રમાયેલી દિવસની બીજી મેચમાં હૈદરાબાદે એકતરફી અંદાજે બેંગ્લોરને 9 વિકેટથી હરાવ્યું છે. SRH સામે માત્ર 69 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે 8 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 28 બોલમાં 47 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની 7 મેચમાં આ સતત 5મી જીત છે. અગાઉ ટીમ પહેલી બે મેચ હારી ગઈ હતી. તે જ સમયે 8 મેચોમાં RCBની આ ત્રીજી હાર છે, જ્યારે ટીમે 5 મેચ જીતી છે. હૈદરાબાદે IPL ઇતિહાસમાં કદાચ સૌથી યાદગાર કમબેક કર્યું છે. જેવી રીતે સનરાઈઝર્સ પહેલી બે મેચમાં હારી ગયું હતું તે જોઈને સૌને લાગી રહ્યું હતું કે આ ટીમ સૌથી પહેલા પ્લેઓફની બહાર થઈ જશે. T20 નિષ્ણાંતોના રૂપમાં ટીમમાં મોટા નામ નથી. બીજીતરફ આવી સ્થિતિમાં રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામ જેવા બેટરે જવાબદારી સંભાળી લીધી અને સતત રન કરવા લાગ્યા હતા. યોર્કર નિષ્ણાંત ટી નટરાજન પણ જૂના ફોર્મમાં પરત ફર્યો છે. નટરાજને જે રીતે ઋતુરાજ ગાયકવાડને બોલ્ડ કર્યો તે તેની ક્ષમતા દર્શાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL-2022; હૈદરાબાદે બેંગ્લોરનેે 9 વિકેટે હરાવ્યું, હૈદરાબાદની સતત 5મી જીત, યેન્સન-નટરાજને 3-3...