Face Of Nation 14-04-2022 : IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 37 રનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. RR સામે મેચ જીતવા માટે 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન RRના જોસ બટલરે 54 રન કર્યા હતા. જ્યારે ગુજરાત તરફથી યશ દયાળ અને લોકી ફર્ગ્યુસને 3-3 વિકેટ લીધી હતી. આની પહેલા ગુજરાતે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 192 રન કર્યા હતા. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 87 રનની ઇનિંગ રમી હતી અને તે ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે RR તરફથી રિયાન પરાગ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેને 1-1 વિકેટ લીધી હતી. બીજીતરફ હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમીને 33 બોલમાં તેની IPL કરિયરની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી.
બટલરની તોફાની ઇનિંગ્સ, ફર્ગ્યુસને બોલ્ડ કર્યો
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે 23 બોલમાં પોતાની IPL કરિયરની 13મી ફિફ્ટી પૂરી કરી હતી. તેણે સિક્સ ફટકારી અર્ધસદી તો મારી પરંતુ તે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ગુજરાતના ફાસ્ટ બોલર ફર્ગ્યુસને તેને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઈનિંગમાં બટલરે 225ના સ્ટ્રાઈક રેટથી 24 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા મારી 54 રન કર્યા હતા.
ડેવિડ મિલરે તોફાની ઇનિંગ્સ રમી
પહેલી 4 મેચમાં કંઇ ખાસ પ્રદર્શન ના કરી શકનારા ડેવિડ મિલરે આ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 14 બોલમાં અણનમ 32 રન કર્યા હતા. ઇનિંગ્સની 19મી ઓવરમાં મિલરે કુલદીપ સેન સામે 20 રન ફટકાર્યા હતા. આની સાથે જ કેપ્ટન હાર્દિક અને મિલર વચ્ચે 25 બોલમાં 53* રનની પાર્ટનરશિપ થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports કેપ્ટન હાર્દિકનું ઓલરાઉન્ડ પ્રદર્શન; ગુજરાત ટાઈટન્સે 37 રનથી રાજસ્થાનને હરાવ્યું, ગુજરાત પોઈન્ટ્સ...