Home Sports IPL-2022, છેલ્લી 2 મેચમાં બેંગ્લોરની સ્થિતિ મુંબઈ ઈન્ડિયન્સ જેવી, કોહલી-ફાફ-મેક્સવેલ-કાર્તિક ફરી ‘ફ્લોપ’,...

IPL-2022, છેલ્લી 2 મેચમાં બેંગ્લોરની સ્થિતિ મુંબઈ ઈન્ડિયન્સ જેવી, કોહલી-ફાફ-મેક્સવેલ-કાર્તિક ફરી ‘ફ્લોપ’, રાજસ્થાને બેંગલોરને 29 રને હરાવ્યું

Face Of Nation 26-04-2022 : IPLમાં મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 29 રને હરાવ્યું છે. RRના બોલરોએ તરખાટ મચાવતા RCBને 115 રન સુધી સિમિત રાખી. વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો જ્યારે મેક્સવેલ- ફાફ ડુ પ્લેસીસ કે કાર્તિક પણ સારુ પ્રદર્શન કરી ન શક્યા. RR તરફથી અશ્વિને 3 અને કુલદીપ સેને 4 વિકેટ ખેરવી હતી. અશ્વિને IPLમાં 150 વિકેટો હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રિયાન પરાગે સૌથી વધુ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. RCB તરફથી જોશ હેઝલવુડ અને સિરાજે 2-2 વિકેટ લીધી હતી.
ઓપનિંગમાં પણ ફેલ રહ્યો વિરાટ કોહલી
વિરાટ કોહલીને રાજસ્થાન સામે ઓપનિંગ કરવાની તક મળી હતી, પરંતુ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ભૂતપૂર્વ RCB કેપ્ટનને પ્રસિદ્ધ કૃષ્ણા દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો અને બેકવર્ડ પોઈન્ટ પર રિયાન પરાગ દ્વારા કેચ આઉટ થયો હતો. વિરાટ 10 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તો બીજીતરફ રાજસ્થાન માટે રિયાન પરાગે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર ઇનિંગ રમી હતી. આ યુવા ખેલાડીએ તેની IPL કારકિર્દીની બીજી અડધી સદી માત્ર 29 બોલમાં પૂરી કરી અને 31 બોલમાં 56 રન બનાવ્યા. RRની ઇનિંગ્સની છેલ્લી બે ઓવરમાં 30 રન બનાવ્યા હતા અને તમામ રન પરાગે બનાવ્યા હતા.
સિક્સર લાગ્યા બાદ મોહમ્મદ સિરાજે વિકેટ ખેરવી
મોહમ્મદ સિરાજ ઇનિંગની બીજી ઓવર નાખવા આવ્યો અને દેવદત્ત પડિકલે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. પછીના બે બોલમાં કોઈ રન ન બન્યા અને ચોથા બોલ પર સિરાજે પડિક્કલને LBE આઉટ કરીને સિક્સનો બદલો લીધો હતો. દેવદત્ત 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી આર અશ્વિન બેટિંગ કરવા આવ્યો અને તેણે ઓવરના છેલ્લા બે બોલમાં શાનદાર ફોર ફટકારી. પ્રથમ બાઉન્ડ્રી અશ્વિને ડીપ સ્ક્વેર લેગ પર અને બીજી બાઉન્ડ્રી બેકવર્ડ પોઈન્ટ પર ફટકારી હતી. સિરાજની આગામી ઓવરમાં અશ્વિને પણ સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથી ઓવરના છેલ્લા બોલ પર અશ્વિને મોટો શોટ પણ રમ્યો હતો, પરંતુ તેની વિકેટ ગુમાવી દીધી હતી. આર અશ્વિન 9 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તેનો કેચ સિરાજે જ લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).