Face Of Nation 26-05-2022 : IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તો બીજીતરફ ક્વોલિફાયર 1-2 અને એલિમિનેટર મેચ માટે કોઈપણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરંતુ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગ્લોરની ઇનિંગની પહેલી જ ઓવરમાં RCBની પહેલી વિકેટ પડી ગઈ હતી. ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ એકપણ રન કર્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેને મોહસિન ખાને આઉટ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL-2022 : “લખનઉ” ટૂર્નામેન્ટમાંથી ‘Out’; બેંગ્લોરે 14 રનથી લખનઉને હરાવ્યું, હેઝલવુડે લીધી...