Face of Nation 12-02-2022 : બેંગ્લુરુમાં શનિ-રવિવારે IPL નાં ખેલાડીઓ માટે ઓક્શન થવા જઈ રહ્યો છે, ત્યારે આજે ભારતીય સમય પ્રમાણે બપોરે 12 વાગ્યે IPL માટે 590 ખેલાડી પર 10 ફ્રેંચાઇઝી બોલી લગાવશે. અમદાવાદ ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ પહેલીવાર હરાજીમાં ભાગ લેશે.
આપને જણાવી દઇએ કે, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, ડેવિડ વોર્નર, દીપક ચહર, કાગિસો રબાડા સહિતના કેટલાક ખેલાડીઓને 10 કરોડથી વધુનું પેકેજ મળવાની સંભાવના છે. જ્યારે કેટલાક અનકેપ્ટેડ અને U-19 વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓ માટે પણ લાવલાવ થશે
દુનિયાની સૌથી મોંઘી અને લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું મેગા ઓકશન શનિ-રવિવારે થશે. જેમાં 590 દેશ-વિદેશના ખેલાડીઓ પર 10 ફ્રેંચાઇઝી કરોડોની બોલી લગાવશે. આઇપીએલની હરાજીમાં 3પપ અનકેપ્ટડ અને 228 કેપ્ડ ખેલાડી સામેલ છે. બે દિવસ સુધી ચાલનાર આ મેગા ઓકશનમાં પહેલીવાર આઇપીએલની બે નવી ફ્રેંચાઇઝી અમદાવાદ ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ ભાગ લેશે. મેગા ઓકશનમાં ટોચના કેટલાક ખેલાડીઓ જેવા કે શ્રેયસ અય્યર, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, ડેવિડ વોર્નર, કિવંટન ડિ’કોક,’ ટ્રેંટ બોલ્ટ, કાગિસો રબાડા,યજુર્વેન્દ્ર ચહલ, દીપક ચહર, જોની બેયરસ્ટો અને ફાક ડૂ પ્લેસિસ સહિતના પર 10 કરોડથી વધુની બોલી લાગી શકે છે.
આઇપીએલના મેગા ઓકશનમાં આ વખતે 590 ખેલાડી સામેલ છે. જેમાં ફકત 227 ખેલાડી જ વેંચાશે અને બાકીના બહાર થશે. મેગા ઓકશનના શનિવારે પહેલા દિવસે ફકત 160 ખેલાડી પર બોલી લાગશે. બીજા દિવસે રવિવારે બાકીના ખેલાડીની હરાજી થશે. છેલ્લે જયારે ચાર વર્ષ પહેલા મેગા ઓકશન થયું હતું, ત્યારે ફ્રેંચાઇઝીઓ પાસે રાઇટ ટૂ મેચ કાર્ડ સિસ્ટમ હતી. જે આ વખતે અમલમાં નથી. કારણ કે જૂની દરેક 8 ટીમને ચાર ખેલાડીને રીટેન કરવાની તક અપાઇ ચૂકી છે. નવી બે ફ્રેંચાઇઝીએ ત્રણ-ત્રણ ખેલાડી પસંદ કરી લીધા છે.
દરેક ટીમને ઓછામાં ઓછા 18 ખેલાડીની જરૂર પડશે. આથી જાણીતા અને અજાણ્યા અનેક ખેલાડીઓની કિસ્મત મેગા ઓકશનમાં ચમકશે.પાછલી સિઝનમાં પર્પલ કેપ મેળવનાર હર્ષલ પટેલની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. તેને એનાથી ચાર ગણા વધુ રકમ મળી શકે છે. આ જ રીતે શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન અને શ્રેયસ અય્યરને પણ જેકપોટ મળી શકે છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા અજિંકયા રહાણે, ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ, રવિચંદ્રન અશ્વિનને પણ સારી રકમ મળી શકે છે.
વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ ધનવર્ષા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પર થઇ શકે છે. તે જે ટીમમાં જશે તેનો કપ્તાનીનો પણ દાવેદાર બનશે. વોર્નરે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન બનાવ્યું હતું. ગત સિઝનમાં તેના આ ફ્રેંચાઇઝી સાથે સંબંધ વણસ્યા હતા. વોર્નર ઉપરાંત કેરેબિયન ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની પણ સારી માંગ રહેશે. તેની સાથે અનભુવી ડવેન બ્રાવો, ઓડિયન સ્મિથ, રોમારિયો શેફર્ડ, કાગિસો રબાડા, ડિ’કોક, બોલ્ટ સહિતના બીજા કેટલાક વિદેશી ખેલાડીને 10 કરોડ આસપાસના પેકેજ મળી શકે છે.
ઘરેલુ ક્રિકેટરોમાં શાહરૂખ ખાન, રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણા પર નજર રહેશે. અન્ડર-19 વિશ્વ વિજેતા ભારતીય યુવા ટીમના કપ્તાન યશ ઘુલ અને ઓલરાઉન્ડર રાજ બાવાને પણ લોટરી લાગી શકે છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).