Home News IRCTCએ રેલવે સ્ટેશનો પર શરૂ કરી નવી સેવા, QR કોડ સ્કેન કરીને...

IRCTCએ રેલવે સ્ટેશનો પર શરૂ કરી નવી સેવા, QR કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકાશે

Face Of Nation 02-03-2022 : ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક નવી સેવા શરૂ કરી છે. IRCTCએ ડિજિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમ સાથે મળીને ડિજિટલ ટિકિટિંગની સુવિધા આપી છે. મુસાફરો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) દ્વારા ટિકિટ ખરીદી શકશે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય રેલવેના યાત્રીઓમાં કેશલેસને પ્રોત્સાહન આપવા માટે ATVM પર યુપીઆઈ દ્વારા ટિકિટ સેવાઓ માટે ડિજિટલ રીતે ચૂકવણી કરવાનો વિકલ્પ પ્રદાન કરી રહી છે. આ ભારતના રેલવે સ્ટેશનો પર તમામ એટીવીએમ મશીનો પર પહેલેથી જ લાઈવ થઈ ચૂક્યુ છે.
સ્માર્ટ કાર્ડ રિચાર્જ પણ કરી શકશે
રેલ્વે સ્ટેશનો પર સ્થાપિત એટીવીએમ એ ટચ-સ્ક્રીન આધારિત ટિકિટિંગ કિઓસ્ક છે જે મુસાફરોને સ્માર્ટ કાર્ડ વિના ડિજિટલ ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. મુસાફરો સ્ક્રીન પર જનરેટ થયેલા QR કોડને સ્કેન કરીને અનરિઝર્વ્ડ ટ્રેનની મુસાફરીની ટિકિટો, પ્લેટફોર્મ ટિકિટો ખરીદી શકશે, તેમની સિઝનલ ટિકિટ રિન્યૂ કરી શકશે અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ પણ કરી શકશે. પેટીએમ વિવિધ ચુકવણી વિકલ્પો દ્વારા મુસાફરોને ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે. પેટીએમ યુપીઆઈ (Paytm UPI), પેટીએમ વોલેટ (Paytm Wallet), પેટીએમ પોસ્ટપેડ (Buy Now, Pay Later), નેટ બેંકિંગ (Net Banking), ક્રેડિટ કાર્ડ (Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card).
મુસાફરી થશે કેશલેસ
Paytmના પ્રવક્તાએ કહ્યું “ભારતમાં QR કોડ ક્રાંતિની પહેલ કર્યા પછી અમે રેલવે સ્ટેશનો પર ટિકિટિંગની સરળતા લાવીને તેને આગળ લઈ જવા માટે ખુશ છીએ. આઈઆરસીટીસીની અમારી ભાગીદારી સાથે અમે ભારતીય રેલ્વેની ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો પર પેટીએમ QR સોલ્યુશન લાવી રહ્યા છીએ, જેના દ્વારા મુસાફર સંપૂર્ણપણે કેશલેસ યાત્રા કરી શક્શે.
એપ દ્વારા ઈ-કેટરિંગ પેમેન્ટ અને રિઝર્વ ટ્રેન ટિકિટ બુકિંગનો સમાવેશ થાય
એટીવીએમ માટે પેટીએમનું નવીનતમ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની દ્વારા રેલવે મુસાફરો માટે આપવામાં આવતી વિવિધ સેવાઓ ઉપરાંત છે, જેમાં તેની એપ દ્વારા ઈ-કેટરિંગ પેમેન્ટ અને રિઝર્વ ટ્રેન ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે. નવી સુવિધા સમગ્ર દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).