Home Uncategorized શું કાયદો પક્ષપાતી કે નબળો થઇ ગયો છે ? : ભાજપ વિરોધ...

શું કાયદો પક્ષપાતી કે નબળો થઇ ગયો છે ? : ભાજપ વિરોધ કરીને પૂતળા બાળે તો કાંઈ નહીં અને અન્ય કોઈ કરે તો પોલીસ દમન !

Face Of Nation 01-04-2022 : લોકશાહી ભારત દેશમાં માત્ર નામ પૂરતી મર્યાદિત હોય તેવું લાગી રહ્યું છે. કાયદો પણ હવે તેની અસરકારકતા ગુમાવી રહ્યો હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં કશ્મીર ફાઇલ્સ મુવી મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પૂતળા બાળીને ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પૂતળું સળગાવતા કોઈને અટકાવવામાં આવ્યા નહોતા કે પૂતળું બાળનાર લોકોને ધરપકડ પણ કરવામાં આવી નહોતી. જો કે આવું જ કોઈ પ્રદર્શન અન્ય કોઈ રાજકીય પક્ષે કે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હોત તો પોલીસે કાં તો પૂતળું જ જમા લઇ લીધું હોત કાં તો પૂતળા બાળવાના પ્રયાસો કરતા કે બાળનારા લોકોની ધરપકડ કરી લીધી હોત. કાયદો તો બધા માટે સરખો હોય, તો પછી ભેદભાવ શેના માટે ?
સામાન્ય રીતે ક્યારેય કાયદો નબળો કે કડક બનતો જ નથી. કાયદો કાયદો જ હોય છે પરંતુ તેનું પાલન કરાવનારા તેને નબળો બનાવી દેતા હોય છે. કહેવાય છે કે, જેની સત્તા અને જે સેનાપતિ તે ધારે તે કરી શકે પણ તેને કહેનાર કોઈ ન હોય. ભાજપના શાસન પછી કાર્યકરો પણ સ્થાનિક પોલીસ તંત્રથી લઈને સરકારી અધિકારીઓ ઉપર રોફ મારતા જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પોલીસ અને સરકારી અધિકારીઓની સત્તા ભક્તિ છે. આવા પોલીસ કર્મચારીઓથી લઈને સરકારી અધિકારીઓએ કાયદો પાંગળો કરીને તેની અસરકારકતામાં નબળાઈ લાવી દીધી છે. જેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હોવા છતાં આ મામલે કોઈ કહેનાર કે આગળ આવીને બોલનાર નથી.
પ્રજાનો સત્તા પ્રેમ યોગ્ય છે પરંતુ અતિશયોક્તિ ભર્યો પ્રેમ હંમેશા વિનાશ તરફ લઇ જાય છે. સત્તાને પ્રજાનો પ્રેમ અને સાથે જ પ્રજાનો એટલો જ ડર પણ હોવો જરૂરી છે. સાંસારિક જીવનમાં એવું કહેવાય છે કે, બાળકોને માં બાપે એક આંખે પ્રેમ કરી લેવો અને એક આંખે ડર પણ રાખવો જોઈએ જેથી બાળક ક્યારેય હદ બહાર જઈને કોઈ એવા કામો ન કરી બેશે જેનાથી તેના જીવનમાં અને માં બાપને પણ તકલીફો વેઠવી પડે કે લોકો સામે નીચું જોવું પડે. તેવું જ લોકશાહીમાં પણ હોય છે. પ્રજાએ સત્તા આરૂઢ થઈને બેઠેલા નેતાઓને પ્રેમ આપવો યોગ્ય છે પરંતુ અતિશયોક્તિ ભર્યો પ્રેમ આપવો એ પોતના જ પગ ઉપર કુહાળી માર્યા બરાબર છે.
ગુજરાતમાં અને દેશમાં આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કાયદો સત્તાધારી પક્ષ ભાજપ માટે જુદો છે અને પ્રજા તથા વિરોધ કરનારાઓ માટે જુદો છે તેવું લાગી રહ્યું છે. સત્તા વિરુદ્ધ બોલવાની કે અન્યાય સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નથી. જો કોઈ કશું બોલે કે અવાજ ઉઠાવે તો તેને પોલીસ ઉઠાવી લે છે અને ખોટા કેસો કરીને ફસાવી દે છે. આ બધું યથાવત જ રહેશે અને સમયાંતરે તેમાં વધારો પણ થશે જો પ્રજા સત્તાધારીને અતિશયોક્તિ ભર્યો પ્રેમ આપશે તો. સત્તાને ડર પણ હોવો જરૂરી છે જે આજે ક્યાંય દૂર દૂર સુધી દેખાતો જ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).