Face Of Nation 02-03-2022 : ઈઝરાયલમાં એક ખેડૂતના ખેતરમાં વિશ્વની સૌથી મોટી સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું છે. સ્ટ્રોબેરીનું વજન 289 ગ્રામ છે. તેની લંબાઈ 18 સેમી છે. આ સ્ટ્રોબેરીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડનાં પરિણામ માટે તેણે 1 વર્ષની રાહ જોઈ
ઈઝરાયલના નેતન્યાના ખેતરમાં સૌથી મોટી સ્ટ્રોબેરી ઉગી છે. તેની લણણી ફેબ્રુઆરી 2021માં થઈ હતી. ખેડૂતે આ સ્ટ્રોબેરી આટલા વર્ષથી ફ્રીઝમાં સ્ટોર કરી રાખી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનાં પરિણામ માટે તેણે 1 વર્ષની રાહ જોઈ હતી. આ સ્ટ્રોબેરી ઈઝરાયલની લોકલ વેરાયટી ‘Ilan’ તરીકે ઓળખાય છે. જોકે હાલ જાયન્ટ સ્ટ્રોબેરી તેના ઓરિજિનલ સ્વરૂપ કરતાં સંકોચાઈ ગઈ છે. આ પહેલાં સૌથી ભારે સ્ટ્રોબેરી ઉગાડવાનો રેકોર્ડ જાપાનના એક ખેડૂતના નામે હતો. 2015માં ફુકુઓકામાં ઉગેલી સ્ટ્રોબેરીનું વજન 250 ગ્રામનું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).