Face Of Nation:ઈસરોના અધ્યક્ષ ડૉ, કે સિવને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર સંબંધીત તમામ ટીમોને હાર્દિક સુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક હતો. લોન્ચિંગની સફળતાથી ગદગદ ઈસરોના ચીફનું ગળું ભરાઈ આવ્યું હ્તું.રૂંધાયેલા શ્વાસે સિવને ઈસરોની તમામ ટીમોના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે, તમે જે રીતે પોતાના ઘરબાર છોડીને, પોતાના હિત-અહિતને બાજુ પર મુકીને રાત-દિવસ એક કર્યા, તે બદલ હું તમને સૌને હ્યદયથી સલામ કરૂ છું. તેમણે કહ્યું હતું કે, તમે છેલ્લા 7 દિવસથી પોતાના પરિવારોને ભૂલીને, પોતાના હિતોનો ત્યાગ કરીને કામમાં લાગેલા હતાં અને સ્નૈગને એકદમ ઠીક કરી નાખ્યું.
ઈસરોના ચીફે ટીમનો એ માટે પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે, લોન્ચિંગની પહેલા નિર્ધારીત 15 જુલાઈએ લોન્ચિંગના અડધો કલાક પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેને માત્ર 5 જ દિવસમાં દૂર કરી લેવામાં આવી હતી. ડૉ, સિવને કહ્યું હતું કે, ખબર નહીં ચંદ્રયાન-2માં અચાનક ખામી કેવી રીતે સર્જાઈ ગઈ. પરંતુ આટલા મોટા વિશાળ કામને આટલુ જલદીથી ઠીક કરવામાં ઈસરોના ટીમે જે પોતાની તાકાતનો પરચો બતાવ્યો., તેને હું સલામ કરૂ છું.તેમણે ઈસરોના એન્જિનિયર્સ, ટેક્નિશિયન, ટેકિનિકલ સ્ટાફ સહિત તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતાં અને તેમનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, તેમનું કામ અહીં જ પુરૂ નથી થતુ. મિશન ટીમે ચંદ્રયાન-2 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ લઈ જવામાં વધારે મહેનત કરવી પડશે.ઈસરોના પ્રમુખે એક મોટી અને મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, ચંદ્રયાન-2 લોન્ચ કરનારા જીએસએલવી માર્ક-3ની પ્રદર્શન ક્ષમતા અગાઉની સરખામણીએ 15 ટકા વધી ગઈ છે. આ બદલ પણ તેમણે ટીમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.