Home World પુનઃઉપયોગી પ્રક્ષેપણ યાન: ISRO હવે “રિયુઝેબલ લોન્ચ વ્હીકલ” પર કામ કરી રહ્યું...

પુનઃઉપયોગી પ્રક્ષેપણ યાન: ISRO હવે “રિયુઝેબલ લોન્ચ વ્હીકલ” પર કામ કરી રહ્યું છે, જે અંતરીક્ષ પ્રક્ષેપણની કિંમતમાં ઘણો થશે ઘટાડો!

Face Of Nation 13-04-2022 : અત્યાર સુધી અવકાશ પ્રક્ષેપણ યાનનો ઉપયોગ માત્ર એક જ વાર થઈ શકતો હતો. તેનાથી અવકાશ યાન લોન્ચ કરવાનું કામ ખૂબ જ ખર્ચાળ થઈ જતું હતું. સ્પેસ ટુરિઝમની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અવકાશ પ્રક્ષેપણને સસ્તું બનાવવા માટે પ્રયાસો ચાલુ છે અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. હવે વિશ્વની ઘણી સ્પેસ કંપનીઓ સહિત ઘણા દેશો પણ પુનઃઉપયોગી પ્રક્ષેપણ યાન – રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પર કામ કરી રહ્યા છે અને તે હવે વાસ્તવિકતા બની ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન – ઈસરો પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. હવે તે ભ્રમણકક્ષા માટે પ્રદર્શન ઉડાન અને પ્રક્ષેપણની યોજના બનાવી રહ્યું છે.
અવકાશ એજન્સીઓથી પાછળ રહેવા માંગતું નથીઃ ઈસરો
ઈસરોના આ પગલાથી સ્પષ્ટ છે કે, તે હવે અન્ય દેશો અને અવકાશ એજન્સીઓથી પાછળ રહેવા માંગતું નથી, જેના સાથે તેની સ્પર્ધા ચાલી રહી છે. આ ટેક્નોલોજી પ્રદર્શન કાર્યક્રમનો હેતુ કોમર્શિયલ સ્પેસને હાંસલ કરવાનો છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે, રિયુઝેબલ વ્હીકલ માત્ર કોમર્શિયલ સેક્ટર માટે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક ક્ષેત્ર માટે પણ વધુ મહત્વપૂર્ણ છે.
અવકાશમાં મોકલી શકાશે, સુરક્ષિત પરત લાવી શકશે
સોમનાથે કહ્યું કે, આ સાથે ભારત પણ તેના પેલોડને અવકાશમાં મોકલી શક્શે અને તેને સુરક્ષિત રીતે પરત લાવી શકશે. જિયોસ્પેશિયલ વર્લ્ડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ લેન્ડિંગ માટે ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. જે ભ્રમણકક્ષા પ્રક્ષેપણના પ્રદર્શન બાદ કરાશે. ઈસરો એ પણ તપાસ કરી રહ્યું છે કે, ભવિષ્યમાં કયા પ્રકારના લોન્ચ વ્હીલ્સ બનાવી શકાય અને લોન્ચરની કિંમત કેવી રીતે ઘટાડી શકાય.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).