Face of Nation 10-02-2022 : ગુજરાતની બિલ્ડર્સ લોબી ફરી એક વખત ફફડતી જોવામાં આવી રહી છે. જી હા, IT વિભાગ ફરી એક વખત મેદાનમાં હોવાના કારણે અને ગુજરાત-અમદાવાદના અગ્રગણ્ય બિલ્ડર્સ જૂથ્થ પર દરોડા પાડી પોતાની સક્રિયતાનો પૂરાવો આપતા અન્ય બિલ્ડર્સનાં માથા પર ચિંતાની રેખાઓ ખેચાઈ ગઈ છે.
વાત જાણે એમ છે કે, આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના ત્યાં દરોડા પાડ્યા છે. શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને નિવાસ સ્થાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે.સાથે સાથે અમદાવાદમાં કુલ 25 સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
જ્યાં IT વિભાગનાં દરોડાનો દોર ચાલુ છે તે શિલ્પ અને શિવાલિક ગ્રૃપમાં નાં શિલ્પ ગ્રુપની વાત કરીએ તો શહેરના બોડકદેવ વિસ્તારમાં રાજપથ ક્લબની સામે ‘શિલ્પ હાઉસ’ નામની ઓફિસ આવેલી છે. આ ગ્રુપની શરૂઆત 2004માં તેના સંસ્થાપક અને સીઈઓ યશ બ્રહ્મભટ્ટ દ્વારા થઈ હતી.
જ્યારે શિવાલિક ગ્રુપએ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગ્રુપની ઓફિસ ‘શિવાલિક હાઉસ’ આવેલી છે. 1996માં સતીશ શાહે પોતાના દીકરા સાથે મળીને તેની શરૂઆત કરી હતી. સતીશ શાહ, તરલ સતીશ શાહ અને ચિત્રક સતીશ શાહ આ ગ્રુપના ડિરેક્ટર છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગના દરોડા નામાંકિત બિલ્ડરોના ત્યા પડી રહ્યા છે. અમદાવાદના નામાંકિત જૂથ શિલ્પ અને શિવાલિક જુથના ત્યાં હાલ દરોડા પડ્યા છે. તેમની ઓફિસ સહિત રહેઠાણ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આયકર વિભાગનું સઘન સર્ચ આપરેશન ચાલુ છે ત્યારે બનેં બિલ્ડર્સ પાસેથી મોટી બેનામી રકમ મળી આવે તેવી પ્રબળ શક્યતા છે. આવામાં ખાસ કરીને આ બનેં બિલ્ડર્સની સાથે જોડાયેલા લોકો ઉપરાંત શહેરના તમામ બિલ્ડર્સ અને તેમની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા લોકોમાં ટેન્શન વ્યાપી જવા પામ્યુ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).