Home Gujarat આગાહી: આ વર્ષે ચોમાસુ સારું રહેશે, 8મી મેથી 5મી જૂન વચ્ચે અરબી...

આગાહી: આ વર્ષે ચોમાસુ સારું રહેશે, 8મી મેથી 5મી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં આવશે પલટો, મે મહિનામાં મધ્યમ પડી શકે છે વરસાદ : અંબાલાલ

Face Of Nation 08-05-2022 : રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે. તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. તો બીજીતરફ આ સપ્તાહમાં કાળઝાળ ગરમીની સાથે હિટ વેવ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એવામાં ગુજરાત માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષ ચોમાસુ સારું રહેવાની આગાહી કરાઈ છે. જે મુજબ 15મી જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. એકતરફ રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી ઝાપટું પડતું હોવાથી જગત નો તાત ચિંતાતુર થઈ ગયો છે.
11મી મેથી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચાલુ વર્ષે ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 11મી મેથી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.
અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે
18મી મેથી 5મી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચક્રવાત હળવા પ્રકારનું હોય શકે છે. પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 15મી જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.
ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન
ચોમાસું વહેલું આવે અથવા તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસુ 15મી જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે.હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે તેમજ 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).