Face Of Nation, 30-10-2021: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા પાસે આવેલી અગ્રિમ ચોકીની પાસે પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટની ઝપેટમાં આવી જવાથી એક અધિકારી સહિત સેનાના બે જવાન શહીદ થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે નૌશેરા સેક્ટરના કલાક વિસ્તારમાં ધમાકો તે સમયે થયો, જ્યારે સેનાની એક કોલમ સરહદ પારથી આતંકવાદીઓની ઘુષણખોરીને રોકવા સંબંધી ઉપાયોનું નિરીક્ષણ કરવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી.
તેમણે કહ્યું કે, ઘટનામાં એક લેફ્ટિનેન્ટ સહિત બે જવાન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેને તત્કાલ પાસેની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું હતું. અધિકારીઓ જણાવ્યું કે, જે જગ્યા પર ધમાકો થયો, સેનાએ તે જગ્યાએ લેન્ડમાઈન બિછાવી છે જેથી સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકી શકાય.
તેમણે જણાવ્યું કે, ધમાકો કેવા પ્રકારનો હતો, તે વિશે તત્કાલ માહિતી મળી શકી નથી. પરંતુ પેટ્રોલિંગ દળને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્વારા આઈઈડી લગાવવાી આશંકાનો ઇનકાર કરી શકાય નહીં. સેનાના પ્રવક્તાએ ધમાકેની પુષ્ટિ કરી અને કહ્યુ કે, આગળની વિગતની રાહ જોઈ રહ્યાં છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)