Home Gujarat 145મી રથયાત્રા : અષાઢી બીજના દિવસે સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય...

145મી રથયાત્રા : અષાઢી બીજના દિવસે સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે, તો મુખ્યમંત્રીને પહિંદવિધિ માટે અપાયું આમંત્રણ!

Face Of Nation 23-06-2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વર્ષે 145મી રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદવિધિ કરતા હોય છે અને મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રામાં પહિંદવિધિ માટે મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને દિલીપદાસજી મહારાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પહિંદ વિધિ માટે નિમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.
મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે
1 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાય છે. મંગળા આરતીમાં દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેતા હોય છે. આ વર્ષે પણ સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
નિરમાના કરસન પટેલ અતિથિ વિશેષ હશે
145મી રથયાત્રાના મુખ્ય યજમાન તરીકે શહેરના બિલ્ડર કેવલ ભવરલાલ મહેતા (આશ્રય) અને પ્રતાપજી ઠાકોર છે. રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે પ.પૂ બ્રહ્મપીઠાધીશ્રર કયા પરિવારચાર્ય સ્વામીશ્રી 1008શ્રી રામરતનદાસજી મહારાજ (ડાકોર, ગુજરાત) રહેશે. અતિથિ વિશેષ તરીકે નિરમાના કરસન ભાઈ પટેલ અને નિરમા પરિવાર તેમજ ધનરાજ પરિમલભાઈ નથવાણી છે. અષાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા બે દિવસ અન્ય વિધિ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).