Home Gujarat રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટના પગલે દ્વારકાની સુરક્ષા કરાયો વધારો, ‘થ્રી લેયર’ ગોઠવાઈ...

રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટના પગલે દ્વારકાની સુરક્ષા કરાયો વધારો, ‘થ્રી લેયર’ ગોઠવાઈ સુરક્ષા!

Face Of Nation 11-06-2022 : ગુજરાત રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટના પગલે દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો છે અને દ્વારકધીશ જગતમંદિરે થ્રિ લેયર સુરક્ષા સાથે ઘનીષ્ટ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે તેમજ તમામ ચેકપોસ્ટ પર દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ શરૂ કરાયુ છે. દ્વારકાધીશ મંદિરમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી તમામ ચીજવસ્તુઓ સહિત યાત્રિકોનું પણ ચેકીંગ શરૂ કરી દેવાયું છે. મંદિરમાં પ્રવેશ વખતે માલ સમાન બહાર રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આંતકવાદી હુમલાની દહેશતના પગલે દ્વારકાની સુરક્ષામાં વધારો કરી, સમગ્ર શહેરમાં સીસીટીવીથી તમામ ગતિવિધિઓ પર રાખવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).