Face Of Nation 07-04-2022 : રાજકોટમાં મહાનગરપાલિકા આયોજિત પ્રાથમિક શાળાના લોકાર્પણના કાર્યક્રમમાં ગઇકાલે શિક્ષણમંત્રીએ ગુજરાતમાં જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેમને સંતાનોના સર્ટિફિકેટ કઢાવીને જ્યાં શિક્ષણ સારું હોય એ દેશ કે રાજ્યમાં જતા રહેવા જણાવ્યું હતું. શિક્ષણમંત્રીના નિવેદનની રાજ્યભરમાં ભારે ટીકા થઈ હતી. ત્યારે જીતુ વાઘાણીએ આપેલા નિવેદનને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વખોડ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રજા પાણીનો પ્રશ્ન ઉઠાવશે તો આ સરકાર કહેશે પાકિસ્તાન જતા રહો.
એવા સાફ થઈ જશો કે ગોત્યા નહીં જડો: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે કહ્યું કે, હું અત્યારે પાટણ છું બે ચાર દિવસનું અઠવાડિયા પછી પીવાના પાણીની તકલીફ ઊભી થશે. 27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ પીવાના પાણીના પ્રશ્નો છે. હવે પ્રશ્નો લઈને કોઈ ભાજપના આગેવાને કોઈ પાટણના લોકો મળવા જશે તો આ ભાજપના લોકો એમ કહેશે કે, આ અહીંયા પાણી ના મળતું હોય તો પાકિસ્તાન જતા રહો. શું કરવા બેઠા છો? શું તમારા તમારી ભાષા તમને શોભે છે? એટલો બધો સત્તાનો મદ અને સત્તાનો અહંકાર ન રાખો. રાજા રાવણની લંકા પણ બળીને ભસ્મ થઈ ગઈ હતી. એ ગરીબ અને સામાન્ય માણસો પ્રશ્નો હલ કરો નહીં તો એની હાયથી 2022માં એવા સાફ થઈ જશો કે ગોત્યા નહીં જડો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).