Face Of Nation 28-04-2022 : જયપુર એરપોર્ટ પર DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)એ મંગળવારે 1 કિલો સોનું જપ્ત કર્યું છે. શારજાહથી ત્રણ જૂદા-જૂદા તસ્કરો સોનું લઈને આવ્યા હતા. તેમાંથી 2ને એરપોર્ટ પર જ પકડીને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ત્રીજો સોનાના ચાર બોલ ગળી ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમે તેના પેટમાંથી સોનુ કાઢ્યું હતું.
દોઢ લાખ વિદેશ સિગારેટ મળી આવી
20મી એપ્રિલે શારજાહથી ત્રણ યુવક જયપુર પહોંચ્યા હતા. ત્રણેય એક જ ફ્લાઈટથી જયપુર પહોંચ્યા હતા. શંકા જતા જયપુર એરપોર્ટ પર DRIએ ત્રણ શંકાસ્પદોને પકડ્યા હતા. તેમનું ચેકિંગ કર્યું, આ દરમિયાન એક મુસાફર પાસેથી દોઢ લાખ વિદેશ સિગારેટ મળી આવી. તેની કિંમત 17 લાખ હતી. બીજા મુસાફર પાસેથી 10 કિલો ઈરાની કેસર જપ્ત કરવામાં આવ, તેની કિંમત સાડા 12 લાખ હતી. બંને તસ્કરોની વધુ તપાસ કરવામાં આવી તો પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માંથી બે-બે કેપ્સૂલ નીકાળવામાં આવી. તેમાં 390 અને 372 ગ્રામ સોનુ હતુ. તેની કિંમત આશરે 40 લાખ રુપિયા છે.
તસ્કરો પાસેથી 1 કિલો ગોલ્ડ જપ્ત
DRIએ જ્યારે ત્રીજા આરોપીને ચેક કર્યો તો તેની પાસેથી કઈ જ ન મળ્યું. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ પાસેથી એક્સરેની પરવાનગી લીધા બાદ તસ્કરનો એક્સરે કરવામાં આવ્યો. તસ્કરના પેટમાં ચાર બોલ જોવા મળ્યા હતા. ત્યાર બાદ તસ્કરને તાત્કાલીક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, જ્યાં ચાર દિવસ બાદ આરોપીના શરીરમાંથી ચાર બોલ કાઢવામાં આવ્યા હતા. તેનું વજન 58-58 ગ્રામ છે. જે કુલ 232 ગ્રામના હતા. અત્યાર સુધી ઓપરેશનમાં DRIએ ત્રણેય તસ્કરો પાસેથી 55 લાખનું એક કિલો ગોલ્ડ જપ્ત કરી ચૂકી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).