સત્તામાં પરત ફર્યા બાદ મોદીએ પહેલી વખત રેડિયો કાર્યક્રમમાં પોતાના વિચાર રાખ્યાં
મોદીએ કહ્યું- ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત ન કરવાનો અફસોસ રહ્યો
‘તમારા વિશ્વાસે મને આ કાર્યક્રમમાં બીજી વખત વાત કરવાની તક આપી’
વડાપ્રધાન મોદીએ પહેલાં કાર્યકાળમાં છેલ્લી વખત મન કી બાત ફેબ્રુઆરીમાં કરી હતી
Face Of Nation:નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં પરત ફર્યા બાદ રવિવારે પહેલી વખત પોતાના રેડિયો કાર્યક્રમમાં મન કી બાત કરી છે. તેમને કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત કરવાની તક ન મળી તેનો મને અફસોસ છે. મેં આ કાર્યક્રમને ઘણો યાદ કર્યો હતો. ફેબ્રુઆરીમાં મે કહ્યું હતું કે, હવે ત્રણ-ચાર મહિના બાદ ફરી મળીશું તો લોકો આ વાતના ઘણા રાજકીય અર્થ કાઢ્યાં હતા. મને આ વિશ્વાસ તમારી પાસેથી જ મળ્યો હતો. તમે જ મને ફરી બોલવાની તક આપી છે. વડાપ્રધાને જળસંકટના નિવારણ માટે લોકોને વર્ષા જળના સંરક્ષણ અંગે ત્રણ અનુરોધ કર્યા. તેમણે કહ્યું કે, દેશવાસી સ્વસ્છતાની જેમ જળ સંરક્ષણને જનઆંદોલન બનાવે.
મોદીએ કહ્યું- ‘મારા પ્યારા દેશવાસીઓ, નમસ્કાર. લાંબા સમય પછી ફરી એક વખત તમારી સૌની વચ્ચે મન કી બાત, જન કી બાત, જન જન કી બાત, જન મન કી બાત કાર્યક્રમની પરંપરા શરૂ કરીએ છીએ. ચૂંટણીમાં વ્યસ્તતા ઘણી હતી પરંતુ મન કી બાતને ઘણું યાદ કરતો હતો. વચ્ચેનો જે સમય ગયો તે ઘણો જ કઠીન હતો. જ્યારે મન કી બાત કરું છું તો અવાજ મારો જ છે પરંતુ વાત તમારી છે, પરાક્રમ તમારું છે. એક વખત તો મન થયું કે ચૂંટણી પૂર્ણ થતાં જ તમારી સાથે વાત કરું, પરંતુ પછી રવિવારે જ વાત કરવાનું મન થયું. આ રવિવારે ઘણી રાહ જોવડાવી.’
દેશના ઘણા ભાગો જળસંકટથી ઝઝૂમી રહ્યા છે
મોદીએ કહ્યું કે, પાણીની અછતને કારણે દેશના ઘણા ભાગો વર્ષદરમિયાન પ્રભાવિત થયા હતા. વરસાદથી જે પાણી અમને મળે છે, અત્યારે તેની 8 ટકા જ બચત કરવામાં આવે છે. અમે જનશક્તિથી આ સંકટનું સમાધાન કરી લઈશું. જળની મહત્તાને સર્વોપરિ રાખીને દેશમાં નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. મેં પાણીના સંચય માટે ગ્રામના સરપંચોને પણ પત્ર લખ્યો છે. દરેક નાગરિકોને ત્રણ અપીલ છે
જે પ્રકારે દેશ વાસીઓએ સ્વચ્છતા આંદોલન બનાવ્યું તે જ પ્રકારે જળ સંરક્ષણ આંદોલન બનાવી દે. પાણીનું એક એક ટીંપું બચાવવા માટે મહેનત કરો.
જળ સંરક્ષણ માટે સદીઓથી પારંપરિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમને વધું ઉપયોગમાં લાવવામાં આવે અને આસપાસના લોકોને પણ તે અંગે જાણ કરી ભાગીદાર બનાવવા જોઈએ. આવો એક પ્રયોગ પોરબંદરના કિર્તીમંદિરમાં પણ કરવામાં આવ્યો છે. જ્યાં 200 વર્ષ જૂના ટાંકામાં આજે પણ પાણી છે અને વરસાદી પાણીને એકત્રિત કરવાની સુવિધાઓ પણ છે.
જળ સંરક્ષણ રોકવા માટે કામ કરતા લોકો પાસેથી જે જાણકારી મળી , તેને હેશટેગ જનશક્તિ જળશક્તિ સાથે રજુ કરો. જેથી તેનો એક ડેટાબેઝ બનાવી શકાય.