Home Uncategorized શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, હુમલામાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકની આતંકીઓએ કરી...

શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, હુમલામાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકની આતંકીઓએ કરી હત્યા

Face Of Nation, 07-10-2021:  જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ ઈદગાહ વિસ્તારની એક સ્કૂલમાં ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ આ હુમલામાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકની આતંકીઓએ હત્યા કરી છે.

આતંકીઓ તરફથી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક થઈ રહી છે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકોની સુરક્ષા ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનને લઈને ચર્ચા થઈ શકે છે. ગૃહ મંત્રાલયમાં થનારી આ બેઠકમાં સીઆરપીએફના ડીજી સહિત સુરક્ષા એજન્સીઓના અનેક અધિકારીઓ સામેલ થશે. આ ઉપરાંત બેઠકમાં આઈબી ચીફ અને અર્ધસૈનિક દળોના અધિકારીઓ હાજર રહેશે.

અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં મંગળવારે (5 ઓક્ટોબર)ના રોજ સંદિગ્ધ આતંકીઓએ 90 મિનિટની અંદર ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઈકબાલ પાર્ક વિસ્તારમાં શ્રીનગરની પ્રસિદ્ધ ફાર્મસીના માલિક માખનલાલ બિંદરૂની તેમના વ્યવસાયિક પરિસરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશમાં બે અન્ય લોકોની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ. જેમાંથી એક બિહારનો હતો અને પાણીપૂરી ભેળપૂરી વેચીને રોજીરોટી ચલાવતો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)