Face Of Nation:જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ચેતવણી ઉચ્ચારી છે કે જો પાક. કંઈ ભૂલ કરશે તો ભારતનું લશ્કર તેમને બહુ અંદર જઈ મારશે. પાક. સાથે સંબંધ અને વેપાર બંધ થવાથી અમારું કશું બગડશે નહીં. કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાન હજુ પણ રોષે ભરાયેલું છે. આતંકીઓથી લઈ સરકાર અને પાક. મીડિયામાં પણ યુદ્ધ ઉન્માદ જોવા મળે છે.
અમેરિકા, ચીન, રશિયા સહિત સમગ્ર વિશ્વથી અલગ પડેલા પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરી કહ્યું છે કે કાશ્મીરની હાલત માટે આરએસએસ જવાબદાર છે. તેમને હિટલરની નાઝી સેના સાથે સંઘની સરખામણી કરી હતી. તો બીજીબાજુ પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર હમીદ મીરે દાવો કર્યો હતો કે પાક. સેના એલઓસી તરફ કૂચ કરી રહી છે. અન્ય એક પત્રકારે કહ્યું કે પાક. સેનાને અનઔપચારિક રીતે કૂચ કરવાના આદેશ આપી દેવાયા છે. તમિલ સુપરસ્ટાર રજનીકાન્તે કાશ્મીર અંગે ખુશી વ્યક્ત કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કૃષ્ણ અને અર્જુન સાથે સરખાવ્યા છે.