Face Of Nation:જમ્મુ કાશ્મીરમાં આજે ઈદનો તહેવાર ઉજવાશે. તહેવારની ઉજવણીને લઇને પ્રતિબંધોમાં છૂટછાટ રાખવામાં આવી છે.. .જણાવી દઈએ કે આ દરમિયાન ખીણમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ હિંસા ન થાય. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, આ પહેલીવાર છે જ્યારે ઈદ માટે કેટલાક સ્થળોએ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.