Face Of Nation:15 ઓગષ્ટના જ્યારે ભારત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાને તેમનો ઝંડો અડધી કાઠીએ ફરકાવીને ‘બ્લેક ડે’ની ઉજવણી શરુ કરી છે. કાશ્મીરની શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે રાબેતા મુજબ પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે ભારતની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કરી દીધા હતા. આ બાબતની પુષ્ટિ પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ પણ કરી હતી. પાકે દાવો કર્યો હતો કે તેમણે ભારતના પાંચ સૈનિકોને શહીદ કર્યા છે પરંતુ ભારતીય સેનાએ આ દાવાને ફગાવી દીધો છે.
Home Uncategorized જમ્મુ-કાશ્મીર:પાકિસ્તાને ફરી કરી સીઝફાયરની ગુસ્તાખી ,સેનાએ ત્રણ પાક.સૈનિકોનું ઢીમ ઢાળ્યું