Home Uncategorized જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલને લોકસભામાં મળી મંજૂરી,જમ્મુ-કાશ્મીર બનશે કેન્દ્ર શાસિત પ્રદેશ

જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલને લોકસભામાં મળી મંજૂરી,જમ્મુ-કાશ્મીર બનશે કેન્દ્ર શાસિત પ્રદેશ

Face Of Nation:નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. જેમાં બિલના સમર્થનમાં 351 અને વિરુદ્ધમાં 72 વોટ પડ્યા હતા.. જોકે મતદાનમાં યાંત્રિક ખામી સર્જાતા ફરીથી વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બિલના પક્ષમાં 367 અને વિરુદ્ધમાં 67 વોટ પડયા હતા.

ગૃહમાં વોટિંગ દરમિયાન 434 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ બિલનું સમર્થન કર્યું હતુ. રાજ્યસભામાં સોમવારે આ બિલને મંજૂરી આપવામાં આવી હતી